સાપુતારા નજીક બસની બ્રેક ફેઈલ થતાં અકસ્માત : ૧૭ સાંઈભક્તોનો આબાદ બચાવ
ગિરીમથક સાપુતારા થી વધઈ જતા આંતર રાજય ધોરી માર્ગ ઉપર સાપુતારા નજીક સામગહાન પાસે મોડી રાત્રે શિરડી સાંઈ ધામ થી સુરત થઈ અમરેલી જતી ગુજરાત એસ ટી નિગમ ની સ્લીપર કોચ બસ ની અચાનક બ્રેક ફેલ થતાં ગભરાયેલા બસ ચાલકે બસ દૂધ વાહન ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ ગંભીર અકસ્માત માં બસમાં મુસાફરી કરનાર 17 સાંઈ ભક્તો નો ચમત્કારીક બચાવ થયો હતો જેમાં પાંચ સાંઈ ભક્તો ને સામાન્ય ઈજા થતા સ્થાનિક લોકો દ્વારા નજીક માં આવેલ સામગહાન સામુહિક કેન્દ્ર માં સારવાર આપવામાં આવી હતી