શામળાજીના મેશ્વો ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

શામળાજીના મેશ્વો ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ,

અરવલ્લી જિલ્લામાં  આજે  યાત્રાધામ શામલાજીના મેશ્વો ડેમમાં કુલ્લા ગામનો યુવાન પગ લપસી જતા ડેમની પાળ ઉપરથી ગબડી પડ્યો હતો અને ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ડેમમાંથી ભારે જહેમત બાદ યુવાનની લાશને હિંમતનગર ફાયર ફાઇટર દ્વારા રેસ્ક્યુ કરીને શોધાઈ હતી. ઘટનાના પગલે ભિલોડા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. શામળાજી પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Spread the love
Right Click Disabled!