અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના શિવાલયોમાં પાવન શ્રાવણ માસના પ્રથમ દિને ૐ નમઃ શિવાયના નાદ ગુંજયા

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના શિવાલયોમાં પાવન  શ્રાવણ માસના પ્રથમ દિને ૐ નમઃ શિવાયના નાદ ગુંજયા
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

ભગવાન શિવ, ભોળાનાથ, આશુતોષ, નટરાજ જેવા અનેકો અનેક નામોથી ભક્તોના હદયમાં બિરાજતા દેવાધિદેવ મહાદેવજીના શિવાલયો આજે યાત્રા,તત્ર ,સર્વત્ર પવિત્ર શ્રાવણ માસે ૐ નમઃસિવાયના નાદથી ગુંજી ઊઠ્યાં હતા. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર શિવ મંદિરોમાં જઈ ભાવિકોએ બીલીપત્ર, જળ-દૂધનો અભિષેક કરીને ભોળાનાથની ઓઉજ અર્ચના કરી હતી.બન્ને જિલ્લાઓ ભગવાન શિવના અતિ પ્રાચીન અને સ્વયંભૂ મંદિરો અને ગામેગામના શિવાલયોમાં આજે શ્રાવણના પ્રથમ દિવસે શિવભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન અર્ચન..પૂજા.. અભિષેક આરતી કરીને ધન્યતા અનુભવી હતી. મોડાસા તાલુકામાં મોટી ઇસરોલના મોટેશ્વર મહાદેવ મંદિરે પણ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે બીલીપત્ર ચઢાવી, દૂધ -જળનો અભિષેક કરીને ભક્તોએ ભોળાનાથની આરાધના કરી હતી.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કેટલાયે ભાવિકો ઉપવાસ, વ્રત,એકટાણું કરીને અને અનુષ્ઠાન કરીને ઉજવતા હોય છે.આ મહિનો શિવ આરાધના અને ભક્તિ માટેનો અનેરો અવસર બનીને ભક્તોને ભક્તિમય બનાવી દે છે!!! જય ભોલે!!!

Admin

Admin

9909969099
Right Click Disabled!