આદિવાસીઓ માટે નો મુખ્ય તહેવાર ગણાતા દિવાસા પર્વની ઉજવણી કરતા નર્મદાના આદિવાસીઓ

આદિવાસીઓ માટે નો મુખ્ય તહેવાર ગણાતા દિવાસા પર્વની ઉજવણી કરતા નર્મદાના આદિવાસીઓ
Spread the love

રાજપીપળા,
દિવાસો આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. આજે નર્મદામાં દિવાસાની ઊજવણીમાં બે ભાગ પડ્યા હતા અમુક લોકોએ આજે દિવસ ઉજવ્યો તો કેટલાક આવતીકાલે ઉજવશે. મોટાભાગના આદિવાસીઓ આજે દિવાસો પર્વ મન ભરીને ઉગ્યો હતો પવિત્ર શ્રાવણ માસ હિન્દુઓ માટે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવતા હોય છે. શ્રાવણ માસના આગલા દિવસે આવતી અમાસને આદિવાસી દિવાસા તરીકે ઓળખે છે. આ દિવસો આદિવાસીઓ માટે દિવાસાના તહેવાર નું વિશેષ મહત્વ છે. નર્મદાના આદિવાસીઓ દિવાસાનો તહેવાર ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે.  અમાસ દિવાસાના દિવસે આજે આદિવાસીઓ ખાસ રજા પાડી હતી અને કોઈ પણ કામ પર ગયું ન હતું. આ દિવસે આદિવાસી સમાજ પરિવાર સાથે એકઠા થઈ એકબીજા માટે મિષ્ઠાન અથવા માંસાહાર કરનારાઓ દિવાસાના દિવસે નિરામય ભોજન બનાવ્યુ. દેડીયાપાડા સાગબારા સુધીની વિસ્તરેલી આદિવાસી પટ્ટી ઉપર વસતા વસાવા સમાજના આદિવાસીઓ માંસાહારી વાનગીઓ આરોગી છે. જ્યારે ચૌધરી સમાજ અને ગામીત સમાજના આદિવાસીઓ મિષ્ટાન બનાવી તહેવાર ની ઉજવણી કરે છે. દિવાસની વધુ એક વિશેષતા એ છે કે સમગ્ર હિન્દુ સમાજમાં શ્રાદ્ધપક્ષમાં પિતૃતર્પણની કરાય છે પરંતુ આ વિસ્તારના આદિવાસી સમાજમાં દિવાસાના દિવસે મૃત પિતૃઓને પિતૃતર્પણ કરાઈ છે. મોટા ભાગનાં કુટુંબોમાં વાસ નાખવામાં આવે છે. આજે પણ આ પ્રથા ચાલુ છે. પહેલાંના જમાનામાં આદિવાસી વિસ્તારમાં દિવાસાના દિવસે ગામડાઓમાં પાડા, બકરાની બલિ ચડાવવાથી હતી, પરંતુ આદિવાસીઓમાં શિક્ષણ નું પ્રમાણ વધ્યા પછી આ બલી પ્રથા બંધ થઈ ગઈ છે. એવી પણ એક લોકવાયકા છે કે પૂર્વકાળ માં એક આદિવાસી સમાજ દિવાસાના નામના યુવકે માસ તથા દારૂ આપી પિતૃઓને શ્રાદ્ધ કર્યું હતું. એ પછી દિવાસો પ્રચલિત બન્યો.  આદિવાસીઓ દિવાસાના દિવસે મહુડીના હોળીના તેલથી વાનગી રાંધે છે. દિવાસાના દિવસે નર્મદામાં આદિવાસીઓ ગટારી અમાસ તરીકે ઉજવી. દિવાસાના દિવસે દારૂ માસનું સેવન કરવાની પ્રથા. શ્રાવણ માસના આગલા દિવસે આવતી અમાસને લોકો ગટારી અમાસ તરીકે ઓળખે છે. આદિવાસીઓ તેને દિવાસા તરીકે ઓળખે છે. શ્રાવણ માસ પવિત્ર હોવાથી પવિત્ર શ્રાવણ માસમાં દારૂ કે માસને લોકો અડતા નથી પણ અને આખો શ્રાવણ માસ પાડે છે કેટલાક ચુસ્ત લોકો તો દાઢી, વાળ કપાવતા નથી. તેથી આખો મહિનો દારૂ, માસ વગર કોરો જવાનો હોવાથી તેની પૂર્તિ એક જ દિવસમાં પૂરી કરાવીની નેમ રાખે છે અને ખાવાપીવાના રસિયાઓ ભરપૂર દારૂનું સેવન કરે છે અને માંસાહાર પણ કરે છે સો ચૂહે મારકે બિલ્લી ચલી હજકો ચલી જેવો ઘાટ ઘડી ગટારી અમાસના દિવસે દારૂ ની માંગ વધી જાય છે લોકો ડુપ્લીકેટ દારૂનું વેચાણ વધી જાય છે. ત્યારે પીને છક્કા બનતા પીયકકડો માટે સાચે જ ગટરમાં આળોટવા માંડે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!