વડોદરા ગોરવા પો.સ્ટે. ના છેલ્લા નવ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપતી ભરૂચ LCB

વડોદરા ગોરવા પો.સ્ટે. ના છેલ્લા નવ માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપતી ભરૂચ LCB

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ના તરફ્ટી જિલ્લા માં નાસતા-ફરતા આરોપી ઝડપી પાડવા સુચના મળેલ જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા તથા પો.સ.ઈ.એ.એસ. ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ના પોલીસ માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી વડોદરા શહેર ના ગોરવા પો.સ્ટે. ગુ.ર. નં-૧૧૦/૨૦૧૮ ઈ.પી.કો. કલમ-૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯,૩૦૭,૩૨૪,

૩૨૩ મુજબના ગુનાના કામે છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી મીતેષભાઈ ઉર્ફે મેડી હરીષભાઈ પટેલ હાલ રહે.મ.નં.૨૧ મારૂ બંગ્લોઝ દહેગામ તા.જી.ભરૂચ મુળ રહે.મ,નં.૨૪૦/૭ વૈકુંઠ-ન્યુ.વી.આઈ.પી.રોડ એરપોર્ટ ની બાજુમાં વડોદરા શહેર નાને ઝડપી પાડી સી.આર.પી.સી ૪૧ (૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે અને વધુ તપાસ અર્થે વડોદરા શહેરના ગોરવા પો.સ્ટે. જાણ કરવામાં આવેલ છે

 

કામગીરી કરનાર ટીમ

ઉપરોકત કામગીરી એલ.સી.બી.ભરૂચ ના પો.સ.ઈ. એ. એસ. ચૌહાણ તથા અ.હે.કો.સંજયભાઈ તથા અ.હે.કો.જયેન્દ્ર ભાઈ તથા હે.કો. જયેશભાઈ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!