આયુષ્યમાન ભારત યોજના અંગેની જનજાગૃતિ અર્થે બાઈક રેલીનું કઠોદરા ખાતેથી પ્રસ્થાન

આયુષ્યમાન ભારત યોજના અંગેની જનજાગૃતિ અર્થે બાઈક રેલીનું કઠોદરા ખાતેથી પ્રસ્થાન
Spread the love

સુરત
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જનજાગૃતિ અર્થે જિલ્લા પંચાયત સુરતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાના તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકાના કઠોદરા ખાતે બાઈક રેલી યોજાઈ હતી.

આ રેલીનું પ્રસ્થાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ પ્રિતીબેન પટેલ, આરોગ્ય સમિતિનાના અધ્યક્ષશ્રી કિશોભાઈ પાનવાલા તથા કામરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્રસિંહ ભાટીએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું. આ રેલી કઠોદરાથી નવીપારડી, ઓરણા, સેવણી, વલણ અને વાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કુલ ૨૩ ગામોમાં ફરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે જનજાગૃતિનો સંદેશો જન જન સુધી ફેલાવ્યો હતો. જેનું સમાપન કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે થયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત કામરેજના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી કમલેશભાઈ પટેલ તથા આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઈઝરો, આયુષ મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કૌશિક મહેતાએ જયારે આભારવિધિ કઠોદરા પી.એચ.સી.ના ડો.કિર્તિ સોનાવિયાએ આટોપી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!