સરકારી કચેરીઓમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા કલેક્ટર શાલિની અગ્રવાલે આપી સૂચના
વડોદરા,
તાજેતરમાં ભારત સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલે તેની કડક અમલવારી થાય તે માટે જિલ્લા સંકલન સમિતિમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને સરકારી કચેરીમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની તકેદારી લેવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ તેની અમલવારી પંચાયત સ્તર સુધી થાય તેની કાળજી લેવા સંબંધિત અધિકારીશ્રીને જણાવ્યું હતું. અને સરકારીશ્રીના કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચ કે સ્ટીલની બોટલ અથવા ગ્લાસનો ઉપયોગ કરવામાં તેવા નિર્દેશ આપ્યા હતા.
શ્રીમતિ અગ્રવાલે જણાવ્યું કે, આ પ્રતિબંધ સખીમંડળની બહેનો માટે રોજગારી સર્જનનો અવસર બની શકે છે. આ પ્રતિબંધથી માર્કેટમાં કાગળ અને કાપડની બેગ્સની માગ વધશે. જેથી સંખીમંડળની બહેનો કાગળ-કાપડની બેગ્સનુ ઉત્પાદન કરે તો બેગ્સના જરૂરિયાતમંદ વેપારીઓ સાથે ટાઈપ કરીને સખીમંડળની આવક વધારી શકાય. જેથી મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બનશે.