મુડેટીના ઢીંચણીયા ગામેથી ૬ ફુટ લાબો અજગર પકડ્યો

મુડેટીના ઢીંચણીયા ગામેથી ૬ ફુટ લાબો અજગર પકડ્યો
Spread the love

મુડેટીના ઢીંચણીયા ગામે  રાત્રીના સમયે એક ખેતરના ઢાળીયામાં અજગર દેખાતા માલિક દ્વારા  બુધ્ધિ વાપરી અજગરને આખી રાત એક ટબ નીચે પુરી  ફોરેસ્ટ ખાતાને જાણ કરાઈ. બનાવની વિગત એવી છે કે ઈડર તાલુકાના મુડેટી પાસે આવેલ ઢીંચણીયા ગામે જયપ્રકાશ જોષીના ખેતરના  ઢાળીયામા રાત્રીના સમયે અજગર જોવા મળતા જયપ્રકાશ જોષી અે મુડેટી ગામના સરપંચ દિનેશભાઈ દેસાઈને બોલાવી અજગર ને ઢાળીયામા એક ટબ નીચે પુરી  દીધો હતો. અને સવારે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ ખાતાના બીટગાર્ડ શૈલેષ દેસાઈ તેમજ કિશન પટેલ  વિસ્તરણ રેન્જ ઈડર  દ્વારા સ્થળ પર પહોંચી  અજગરને પકડી જંગલમાં સુરક્ષિત જગ્યાએ  છોડિ મુકવામા આવતા વિસ્તાર ના લોકોએ રાહતનો દમ લીધો હતો. તેમજ ફોરેસ્ટ ખાતાની કામ ગીરીને બિરદાવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા, ઈડર

Admin

Admin

9909969099
Right Click Disabled!