રૂફટોપની પેન્ડિંગ કરોડોની સબસીડી નહિ ચૂકવાતા સોલાર એજન્સીઓને ગળેટુપો…!

રૂફટોપની પેન્ડિંગ કરોડોની સબસીડી નહિ ચૂકવાતા સોલાર એજન્સીઓને ગળેટુપો…!
Spread the love
  • ઉદ્યોગો ભારે મંદીની ઝપટમાં : સરકાર મૌન
  • સોલાર એજન્સીઓ પાસે હજારો અરજીઓ પેન્ડિંગ જૂની સબસીડી પરત નહિ આવતા ઉત્પાદન થયું ઠપ્પ
  • રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હકારાત્મક વલણ પણ અન્ય વિભાગોની ઉદાસીનતાથી
    સબસીડીનો પ્રશ્ન ગૂંચવાઈ રહ્યો છે..સોલાર પેનલ એજન્સીઓ- મેન્યુફેચરર્સ આર્થિક મંદીની ઝપટમાં…!!!

અમદાવાદ,

એક બાજુ સરકાર લોકોને સોલાર આધારિત યોજનામાં વધુ ને વધુ લાભ લેવા મોટા ઉપાડે જાહેરાતો કરે છે તો બીજી તરફ જેમના માધ્યમ થકી સોલારની રૂફટોપ સહિતની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની છે તેવા નાના,સામાન્ય છતાં ઉત્સાહી સોલાર સિસ્ટમ્સના ઉત્પાદકો અને એજન્સીઓની મુંઝવણ સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા સરકાર કે તેના વિભાગો જરા પણ ઉત્સાહી નથી.બેધારી નીતિ અપનાવીને આવા સોલાર ઉત્પાદકોના ગળે ગાળિયો કસીને આ એજન્સીઓ- નાના ઉદ્યોગોને મરણતોલ સ્થિતિમાં મૂકી દીધા છે..
આ ઉદ્યોગો મૃતઃપ્રાય કેમ બની રહ્યા છે અને લોકોની અરજીઓ છતાં કામ કેમ કરી શકતા નથી તેના કારણો તપાસવાની રાજ્યના કોઈ વિભાગને પડી જ નથી.ભલે ને અર્થતંત્ર ખાડે જાય..!!

આ રહ્યા કારણો…..

સોલાર કંપની ને મુંઝવતા પ્રશ્રો..

છેલ્લા 2 વર્ષ થી તેમની જૂની સબસીડી જેડા (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ) માંથી 118 કરોડ હજુ ચૂકવાતી નથી.ગલ્લાતલ્લાં કરે છે..
હવે આ સબસિડીની કરોડોની રકમ સલવાઈ જતા સોલાર કંપનીઓ નવા ઉત્પાદનો માટે મૂડી ક્યાંથી લાવી બિઝનેસ ચાલુ રાખવો એ મોટો પ્રશ્ન આજે બર્નીગ પ્રોબ્લેમ બની ગયો છે.

જૂની સબસીડીઓ ચૂકવાય જાય તો અટકી પડેલું સોલાર સિસ્ટમ યોજનાઓને લગતા ઉત્પાદનો ફરી ચાલુ થઈ શકે અને ફરી આ ઉદ્યોગ ખૂબ નજીવા માર્જિનમાં પણ ચાલુ રાખી શકાય..નજીવા અથવા નહિ નફો.. નુકસાન..એવા માર્જિનમાં પણ આવેલી નવા ગ્રાહકોની અરજીઓ નિકાલ કરવા તૈયાર છે.

કોઈપણ કારણોસર બહુ મોટા ઉદ્યોગોને માલામાલ કરવાની કમનસીબ નીતિઓને કારણે નાના સોલાર ઉદ્યોગકારોનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે.એક બાજુ કહેવાનું કે તમે ઇન્ડિયામાં કે વિદેશમાં..અથવા આયાત કરીને લાવેલા સોલરના શેલ સહિતની વસ્તુઓનું ઉપયોગમાં શકશો અને તો જ આ સિસ્ટમ માન્ય ગણાશે અને અહીં લાખો કરોડોની લોન લઈ મૂડી રોકાણ કરીને જ્યારે સરકારના કહ્યા મુજબ દેશમાં ઉત્પાદન કરી અથવા આયાત કરીને આવા સોલાર શેલ જ્યારે મૂડી રોકાણ કરી લાવી દીધા અથવા આયાત કર્યા કે ઉત્પાદન કર્યું.. ત્યારે મોટા ઉદ્યોગોને ઘી-કેળા કરાવવા પાછી નીતિ બદલી નાખવામાં આવે અને ઉપરથી નવું ફરમાન આવે.. હવે ફક્ત ને ફક્ત દેશમાં જ બનેલી સોલાર શેલ વાપરવા પડશે. જે ગયા વર્ષે સોલારનું પેનલ પૂરતું જ ઉત્પાદન મર્યાદિત હતું.આ મુજબના નવા ફતવાને કારણે સોલાર રુફટોપ યોજનાનું સુરસુરીયું થવા જઈ રહ્યું છે.

જાણવા પ્રમાણે ગયા વર્ષે માત્ર એક મહિનામાં 125 મેઘાવોટનું રજિસ્ટ્રેશન થયું હતું જ્યારે આ વર્ષે છેલ્લા નવ મહિનાથી અરજીઓનો ઢગ ખડકાયો હોવા છતાં એક મહિનામાં આ વર્ષે માત્ર 40 મેઘાવોટનું જ રજિસ્ટ્રેશન થયું છે પણ એની સામે એકપણ સોલાર રુફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ નથી.અને હજુપણ આ મુશ્કેલીનું નિવારણ નહિ થાય થયેલા રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે..!!!!

કોઈજ ચોક્કસ મોટા ઉદ્યોગોને માલામાલ કરવા કામ આપી દેવુ અને તેમની જોડે ઇન્ડિયાના જ સોલાર શેલનો આગ્રહ રાખ્યો એન ગોળના પાણીએ નવરાવી નાખ્યા જેવો હલકી કક્ષાનો અભિગમ દાખવામાં આવ્યો..સાથે સાથે અહીં ઇન્ડિયા બનાવટના મળતા શેલ કરતા જે કોઈ મોટા ઉદ્યોગકારોના માધ્યમથી જ ખરીદવાનો આગ્રહ રાખતી સરકારે અહીં મળતા તેના કરતાં વધુ ભાવે ખરીદવાની સ્થિતિને લીધે સોલાર સિસ્ટમ મોંઘી બની ગઈ અને સરકાર તેના બાંધેલા ભાવ ખૂબ નીચા હોઈ સિસ્ટમ બનાવી ગ્રાહકોના ઘરના ધાબા ઉપર લગાવી અમલ કરનારા નાના..માધ્યમ કેટલાયે સોલાર એજન્સીઓ-ઉદ્યોગકારો આજે ભારે મંદીની ઝપટમાં હીબકાં ખાઈ રહ્યા છે..

સરકાર તપાસી જુએ..મોટા ઉપાડે સોલાર લગાવવા ઉર્જા વિભાગ,ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ બધા જાહેરાતો કરી લોકોને લલચાવે છે ખરા પણ છેલ્લા નવ મહિનાથી કેટલા લોકો..ગ્રાહકોના કામ થયા એ રાજ્ય લેવલે આંકડા ચકાસી જુઓ તો ખબર પડે કે શુ સ્થિતિ છે.!!
.લાખો ગ્રાહકોને રૂફટોપનો લાભ અપાશે એવી જાહેરાતો માત્ર જાહેરાતો જ રહેવાની છે..જ્યાં સુધી જૂની કરોડોની પેન્ડિંગ કરી દીધેલી સબસીડીઓ યુદ્ધના ધોરણે નહિ ચૂકવાય તો ક્યાંથી કામ કરશે સોલાર એજન્સીઓ ???

અહીં બેવડો માર છે..માર્જિન પણ ઘટાડી દેવાયું છે, સબસીડી નહિ મળતા નવું ઉત્પાદન કરી શકતા નથી.મળવાપાત્ર..હક્કના નાણાં મળતા નથી..આવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું તો દૂર પણ કૂવામાં ઉતારીને દોરડું ..કાપવા જેવો અત્યંત નિંદનીય ઘાટ સર્જ્યો છે. આજે બધા જ સોલાર ઉત્પાદકો નવરા થઈ ગયા છે.. એમને કામ કરવું છે પણ જૂની પેન્ડિંગ સબસીડી ચુકવવામાં નહિ આવતા એમનો બિઝનેસને અધવચ્ચે જ ગળેટુંપો થયો છે.

જો કે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મુંઝવતા પ્રશ્ને રસ દાખવી રહ્યા છે અને એનો ઝડપથી ઉકેલ લાવવા આગ્રહી પણ છે..સોલારને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે બજેટમાં ફાળવેલી એક હજાર કરોડની રકમમાંથી પેન્ડિંગ સબસીડીના 118 કરોડની ચુકવણી કરવા જે તે વિભાગને તાકીદભરી સૂચના કરવા છતાં બીજા વિભાગો ને મુખ્યમંત્રી ની ઈચ્છા અને હુકમને માન આપીને માન્ય એજન્સીઓ-ઉદ્યોગોને જીવતા રાખવાની જાણે કે કઈ જ પડી નથી અથવા કોઈ ચોક્કસ લોકોના ઈશારે રાજ્ય સરકાર અને મોદી સરકારની આ મહત્વાકાંક્ષી યોજના તૂટી જાય અને સરકારની નામોશી થાય,સરકાર બદનામ થાય તેવી સાજીશ સાથે તેવી કોઈ રાજરમત રમી રહ્યું હોય તો નવાઈ નહિ!!!

જો રૂપિયા જ ના હોય તો નવા ગ્રાહકો ને કેવી રીતે નવી સિસ્ટમ લગાવશે..હાલ માત્ર એજન્સીઓ સિસ્ટમ રેજીસ્ટ્રેશન કરે છે પણ નાણાંના અભાવે અને સોલાર શેલને અભાવે બધું જ ઠપ્પ થઈ ગયું છે. બીજી તરફ બોગસ અને જેમને બ્લેકલીસ્ટ કરવામાં આવી છે તેવી
કેટલીયે અમાન્ય એજન્સીઓ આજકાલ બિલાડીના ટોપની જેમ નીકળી આવીને રોજ અખબારોમાં સસ્તાભવે.. નીચા ભાવ લખીને અને
અને ઘણાં નીચા રેટના આંકડા બતાવીને સોલાર રુફટોપ બેસાડી આપીશું તેમ લચાવીને લોકોને ભરમાવી રહ્યા છે..

જે લોકો બ્લેકલીસ્ટેડ છે એમને તો સરકાર અને એના સબંધીત વિભાગે એમની સામે કડક પગલાં લઈ આવા અપપ્રચારને અટકાવવો જોઈએ.જેથી સાચા અને સરકાર માન્ય એજન્સીઓ બજારમાં ટકી શકે..પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને સારું.. ક્વોલિટીવાળું કામ કરીને લોકોને સંતોષ આપી શકે. અને આખરે એનો યશ સરકારને તો મળવાનો જ છે. પરંતુ જે અમાન્ય એજન્સીઓ લોભામણી જાહેરાતો કરી લોકોને ભરમાવી રહી છે અને પોતે બ્લેકલીસ્ટેડ છે છતા ખુલ્લેઆમ અખબારોમાં આખા પાનાંની રોજ જાહેરાતો આપે છે તેની સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી? એ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે !!

રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખમાં ધૂળ નાખવા મથતી આવી બોગસ..અમાન્ય..બ્લેકલીસ્ટેડ એજન્સીઓની મનમાની બંધ નહિ કરવામાં આવે તો સોલાર સિસ્ટમ માટે ચિતા કરતા આપણા વૈશ્વિક નેતૃત્વ ઉપર ગૌરવ સમાં પ્રભાવી રાષ્ટ્રપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રજાલક્ષી, મહત્વાકાંક્ષી આ યોજનાનું અને એને સાકાર કરવા મથતી નવયુવાનો, શિક્ષિતો, ઇજનેરોની મહેનત.. એમના થકી ચાલતી અને સેકડો લોકોને રોજગારી પુરી પાડતી સરકાર માન્ય એજન્સીઓ જ જો આ મરણતોલ ફટકાથી મૃતઃ પ્રાય બની રહી છે ત્યારે જૂની સબસીડી તાકિદે ચૂકવીને આ એજન્સીઓને બચાવી લેવામાં નહિ આવે તો મોદી સાહેબ અને રૂપાણી સાહેબની લોકહિત માટેની લાગણીઓ લોકો સુધી નહિ પહોંચતા આખરે આ સિસ્ટમ અધવચ્ચે જ પડી ભાંગશે એવી પ્રવર્તમાન સ્થિતિ છે તે તરફ દુર્લક્ષ નહિ સેવતા યોગ્ય નિકાલરુપે જૂની સબસીડી ચૂકવી દેવામાં આવે એવી મુખ્યમંત્રી એ દાખવેલી હૈયાધારણ ફળીભૂત થાય તે સમયની માંગ છે!!

Admin

Admin

9909969099
Right Click Disabled!