ચુડા તાલુકામા વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણપત્ર વિતરણ કરાયા

ચુડા તાલુકામા વિચરતી અને વિમુક્ત જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણપત્ર વિતરણ કરાયા
Spread the love

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ચુડા ગામે રહેતા વિચરતી અને વિમુક્ત જાતિઓના સરાણીયા અને દેવીપુજક પરિવારો વર્ષોથી ઝુંપડા બાંધીને રહે છે. તેઓને જાતિ પ્રમાણપત્ર મળે તે માટે અરજી કરેલી પરંતુ લીવીંગ સર્ટી.ના અભાવે તકલીફ પડતી હતી ત્યારે કલેક્ટરશ્રી કે. રાજેશ સરને આ વાત ધ્યાન પર આવતા સરકારના ઠરાવ મુજબ આ પરિવારોની સ્થળ તપાસ કરીને આજરોજ ૩૦ જેટલા જાતિ પ્રમાણપત્ર અપાયા. આ તકે કલેક્ટરશ્રી કે. રાજેશ, મામલતદાર રાવળ સાહેબ, ટી.ડી.ઓ. પટેલ સાહેબ, નાયબ મામલતદાર મકવાણા અને મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે વ્યાસે જહેમત ઉઠાવી હતી.

દિપકસિંહ  જી  વાઘેલા, લીંબડી

Admin

Admin

9909969099
Right Click Disabled!