રાજપીપળા હરસિધ્ધિ મંદિર આઠમ, નોમ અને દશેરાના દિવસે ત્રણ સવારીનું વિશેષ મહત્વ

રાજપીપળા હરસિધ્ધિ મંદિર આઠમ, નોમ અને દશેરાના દિવસે ત્રણ સવારીનું વિશેષ મહત્વ
  • નવરાત્રીમાં આઠમના દિવસે હરસિધ્ધિ માતાની વાઘની સવારી,  નોમના દિવસે સિંહની સવારી અને દશેરાના દિવસે હાથીની સવારી સાથે માતાજીના દર્શનની પરંપરા
  • નોમના દિવસે હકડેઠઠ ભીડ સાથે ભક્તિ સાગર ઉમટે છે.
  • નામના યજ્ઞ પણ રાજવી પરિવારની ઉપસ્થિતિ રહેશે શ્રીમંત મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને રાજવી પરિવાર પૂજામાં બેસસે.
  • ભક્તો માટે 1500 કિલો ફરાળી બટાકાવડા અને  સાડા ત્રણ મણ ખજૂર આમલીની ચટણી સાથે 8000 ડીશ નો પ્રસાદ  વહેંચાશે.
  • નોમના દિવસે રાજવી પરિવાર દ્વારા હવન યજ્ઞ માં હજારો શ્રીફળ હોમાશે.
  • આઠમના દિવસે માતાજી 419 વર્ષ પૂર્વે રાજપીપળા પધારેલા તેમની યાદમાં વેરીસાલજી મહારાજે ભવ્ય મંદિર બંધાવ્યું.

રિયલ્ટી રાજવી નગર રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિમાતા પવિત્ર આઠમના દિવસે 419 વર્ષ પૂર્વે રાજપીપળા પધારેલા તેમની યાદમાં વેરીસાલજી મહારાજ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. ત્યારથી નવરાત્રીના નવ દિવસ માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. જેમાં રાજપીપળા હરસિધ્ધિ મંદિરે આઠમ અને દશેરાના આ ત્રણ દિવસે વિશેષ ધાર્મિક મહત્વ હોય છે.

માતાજી આઠમના દિવસે રાજપીપળા પધાર્યા હોવાથી સ્વપ્નમાં આપેલ દર્શન મુજબ અને માતાજીના આદેશ મુજબ રાજા વેરીસાજી મહારાજની પાછળ માં હરસિધ્ધિ વેતાલ અને પીરદાદા આવતા હતા ત્યારે પાછળ નિહાળી જોવાની શરતનો ભંગ કરી વેરીસાજી મહારાજે પાછળ જોઈ લેતા પવનવેગે વાઘની સવારી પર આવતા જોયા બાદ માતાજી રાજપીપળા આવી ગયા હતા અને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા તે દિવસે આઠમનો દિવસ હોવાથી રાજા વેરીસાલજી  એ ત્યાં જ માતાજીનું ભવ્ય મંદિર  બંધાવ્યું અને ત્યારથી નિયમિત આઠમે  હજારો ભક્તોની સૌથી મોટી  ભીડ જામે છે.

નવરાત્રિમાં માતાજીના મંદિરે ત્રણ સવારી નું વિશેષ મહત્વ છે જેમાં આઠમમાં હરસિધ્ધિ માતા વાઘની સવારી પર લોકો દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે, જેના દર્શન અને શરીર સાથે શરીર ઘસાય તેવી હકડેઠઠ ભીડ જામે છે. જ્યારે નોમના દિવસે સિંહની સવારી અને દશેરાના દિવસે હાથીની સવારી સાથે માતાજી બિરાજમાન થતા હોય નવરાત્રીના છેલ્લા આ ત્રણ દિવસનું વિશેષ મહત્વ છે.

વધુમાં નોમના દિવસે મંદિરના ચોકમાં મોટા માતાજીનો હવન યજ્ઞ યોજાય છે. જેમાં દર વર્ષે પૂજામાં રાજવી પરિવાર જોડાય છે. જેમાં શ્રીમંત મહારાજા રઘુવીરસિંહ અને તેમના તેમનો રાજવી પરિવાર જોડાશે નોમના દિવસે રાજવી પરિવાર દ્વારા નામના હવન યજ્ઞ માં ભક્તો દ્વારા હજારો શ્રીફળ હોમાસે જેના દર્શન માટે મોડી સાંજ સુધી ભક્તોની ભીડ ભારે ભીડ જામે છે.

 

રિપોર્ટ :.જ્યોતિ

જગતાપ,  રાજપીપળા

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!