મોરબીમાં સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજ રૂકાવટમા ૬ આરોપીઓને દંડ તેમજ સજા

મોરબીમાં સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજ રૂકાવટમા ૬ આરોપીઓને દંડ તેમજ સજા
Spread the love

મોરબીના આમરણ ગામે પાચ વર્ષ પહેલા ઊર્ષ મેળામાં પોલીસ હુમલો કરનાર ૬ શખ્સોને સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજ રૂકાવટની કલમો હેઠળ મોરબી કોર્ટે પાચ વર્ષની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો. મળતી વિગત મુજબ મોરબી તાલુકના આમરણ ગામ નજીક દાવલશા પીરનો ઉર્ષનો મેળો તારીખ ૧૯-૯-૨૦૧૩ દરમિયાન યોજાયો હતો જેમાં જામનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા અશ્વનીભાઈ વાસુકરભાઈ ઝીલરિયાને મેળા નજીક જીવાપર બંદોબસ્ત મુકવામાં આવ્યા હતા જેમાં નજીક આવેલી બજરંગ હોટેલમાં કેટલાક શખ્સો માથાકૂટ કરતા હતા.

મોરબી આમરણ ખાતે પોલીસ તરીકે બંદોબસ્તમાં  અશ્વનીભાઈ સમજાવટ કરી અને મામલો થાળે પાડવા ગયા હતા જેમાં હોટેલ સંચાલક સાથે માથકૂટ કરતા ૬ શખ્સો અફઝલ ઉર્ફે ભૂરો સિપાહી,આસિફ ઉર્ફ શોકત કુરેશી, ઈમ્તિયાઝ પઠાણ, સિકદર દલ, હિદાયત કાદરી અને મેહબૂબ કુરેશી સાથે મળી અને પોલીસ જવાન પર જીવલેણ હુમલો કરી તેને ધોકા પાઈપ વડે મારામરી તેને ગંભીર ઈજાઓ પહોચાડી હતી ત્યારે આજે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ન્યાયધીશ એ. ડી. ઓઝા સમક્ષ આજે કેસ ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલોને ધ્યાને રાખી ૬ આરોપીઓને સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ૫ વર્ષની સજા તેમજ રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Avatar

Admin

Right Click Disabled!