રાજ્ય બહારની ડિગ્રી ધરાવતા MPHW ને અંતે મળતો ન્યાય….

રાજ્ય બહારની ડિગ્રી ધરાવતા MPHW ને અંતે મળતો ન્યાય….
Spread the love

મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી રાજ્ય બહારની યુનિવર્સિટી માંથી સનેટરી ઇન્સ્પેટરની લાયકાત ધરાવતા કર્મચારીઓ ને નામદાર હાઈકોર્ટ ના નિર્ણય નું ખોટુ અર્થઘટન કરીને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે જેમાં પંચમહાલ જિલ્લા ના ત્રણ મહિના પહેલાં આવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો ને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જે ઉમેદવારો નામદાર હાઇકોર્ટે મા ન્યાય મેળવવા ગયા હતા અને જેમને નામદાર હાઇકોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તેમને પણ નોકરી માંથી છૂટા કરી દીધા હતા.

છૂટા થયેલા દરેક કર્મચારી છેલ્લાં ત્રણ મહિના થી જિલ્લા પંચાયત ના અને નામદાર હાઇકોર્ટે ના ધક્કા ખાતા હતા પણ અંતે નામદાર હાઈ કોર્ટ માંથી રાહત મળતા આજે સ્ટે ધરાવતા કર્મચારીઓ ને નોકરી મા પુનઃ લેવામાં આવ્યા છે (નામદાર હાઈકર્ટ ના મૈખિક આદેશ ના આધીન સૌજન્ય જિલ્લા પંચાયત નો પુનઃસ્થાપિત આદેશ) પણ જિલ્લા પંચાયત ના વાંકે ત્રણ મહિના ઘરે બેસનાર કર્મચારી ને વગર વાંકે દેવું કરીને ઘર ચલાવવું પડ્યું તો શું એમને પગાર પાછો આપે છે કે નહિ એ જોવાનું રહ્યું.

હજુ મોરબી,રાજકોટ,અરવલ્લી,દાહોદના પણ ઘણા કર્મચારીઓ ને પણ નામદાર હાઇકોર્ટે ના આદેશનું ખોટું અર્થઘટન કરીને છૂટા કરેલ છે જેઓ એક વર્ષ થી વગર વાંકે બેરોજગાર થયેલ છે માટે એમને પણ જલ્દી પુનઃસ્થાપિત થાય  અને એમને પણ જલ્દી ન્યાય મળે એવી આશા રાખીને બેઠા છે.

 

રીપોર્ટ : મનોજ રાવલ, ધનસુરા

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!