કોબા ગામ ખાતે સ્વચ્છતા અભિયાનની ઉજવણી

કોબા ગામ ખાતે સ્વચ્છતા અભિયાનની ઉજવણી

કોબા ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજસ્થાનથી પધારેલ સરપંચશ્રીઓનુ સ્વાગત કરવામાં કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તેમજ ગ્રામજનો દ્વારા કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી તદુપરાંત દિવસ દરમિયાનના તેમના વ્યસ્ત કાર્યક્રમો ઉપરાંત રાત્રી દરમિયાન ભારતના તેમજ ઇન્ટરનેશનલ ગુજરાતી પ્રાપ્ત આર્ટિસ્ટ ડાન્સ કલાકાર શ્રી ભરત બારીયા તેમજ અક્ષય પટેલને તેમના સ્વાગત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ આમંત્રણને માન આપીને બંને ખ્યાતનામ કલાકારો દ્વારા અદભૂત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તદુપરાંત રાજસ્થાની સ્પેશિયલ જીતુ પર પણ ડાન્સ પર્ફોર્મન્સ કરીને આવનાર મહેમાન સરપંચશ્રીઓ ને પણ પોતાના ડાન્સમાં ઇન્વોલ્વ કરીને સમગ્ર પ્રોગ્રામને યાદગાર તેમજ જીવંત બનાવી દીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત સરપંચશ્રીઓ દ્વારા કલાકારો નો પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કોબા ગામમાં આ પ્રકારનો જોઈલો ડાન્સ અને રાજસ્થાનમાં પણ રજુ કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Spread the love

One thought on “કોબા ગામ ખાતે સ્વચ્છતા અભિયાનની ઉજવણી

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!