શું રૂપાણી ગેહલોતને ચેલેન્જ આપી શકશે કે તેઓ દારૂ પકડી બતાવે તો મારે રાજીનામું આપી દેવું..!!

શું રૂપાણી ગેહલોતને ચેલેન્જ આપી શકશે કે તેઓ દારૂ પકડી બતાવે તો મારે રાજીનામું આપી દેવું..!!

(જીએનએસ) હર્ષદ કામદાર

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મૂંહતોડ જવાબ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પણ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતની વાત નહીં જબરજસ્ત સમર્થન મળ્યું હતું અને રૂપાણીના જવાબને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા વખોડી નાખ્યો હતો/

લોકોની એક જ વાત હતી કે રૂપાણી પોતાની નિષ્ફળતા સ્વીકારે અને રાજ્યમાં દારૂબંધીનો પૂર્ણતઃ અમલ કરે અથવા તો દારૂબંધી થી રાજ્યના મુક્ત કરે લોકોએ તો સોશિયલ મીડિયામાં ત્યાં સુધી ની ચર્ચા જગાવી હતી કે વિજયભાઈ જો અશોક પટેલનું નિવેદન ગુજરાતની છ કરોડ તાપમાન હોય તો તમે પણ શૈલે ચેલેન્જ સ્વીકારો અને જાહેર કરો કે હવે જો ગુજરાત રાજ્ય માંથી દારૂ પકડાશે તો હું મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ. બીજી તરફ આજે પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ દારૂબંધીના વિવાદમાં ઝુકાવ્યું હતું અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો ના કરે તો સારું.. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 70 ટકા લોકો નોનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે. તો ગુજરાતમાં દારૂબંધી શેની?

જ્યારે સોશિયલ મિડીયામાં માફી તો રૂપાણી માગે દારૂબંધીના કટક કાયદાનો અમલ નથી કરાવી શકતા અને ફાંકા મારે છે અને હા ગાંધી અને સરદારનું ગુજરાત કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી ટોળો મારે અને ભાજપ સરકારનું અપમાન કરે ત્યારે જ આ કમલછાપો ને યાદ આવે છે. રૂપાણી પોતની નિસફળતા સ્વીકારો જનતા નું અપમાન નહીં તમારું અપમાન છે. તમને ક્યાં ભાન છે. 100 % રાજસ્થાનની સરકારની વાત સાચી છે. શુદ્ધ પાણી કરતા તો શુદ્ધ દારૂ ગલી એ ગલી એ ગુજરાત માં વેચાય છે. આવા અનેક સવાલો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

સોશિયલ મિડીયામાં તો ત્યાં સુધી લોકોએ કહ્યું છે કે ભાજપે ગુજરાતમાં માત્ર માત્ર દારૂ વેચવા અને પીવામાં જ વિકાસ કર્યો છે. ગુજરાત ની ભોળી પ્રજા નુ અપમાન તો રૂપાણી સાહેબ તમે અને તમારી સરકાર કરી રહી છે, દારૂબંધી ના નામે કરોડો રૂપીયા નો ધંધો કરો છો, કોઇ સત્ય નુ ભાન કરાવે તો ભોળી પ્રજા ના પલ્લુ પાછળ સંતાવ છો??

વિકાસ હવે દારૂઙીયો થયો છે..વિકાસ હવે દારૂ ના રવાઙે ચઙ્યો છે..સાચી વાત કડવી લાગે છે બાપુ …ભાજપ સરકાર ને….રૂપાણીજી જાહેર માં મિડીયા સામે આવી કહી દે કે ગુજરાતમાં થી એક પણ દારૂ ની બોટલ પકડાશે તો હું પુરા કેબિનેટ મંત્રીઓ સાથે આત્મવિલોપન કરીશ તો હમણાં જ દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલે ગહેલોતજી એ માફી માંગવી જ પડશે શું કહેવું છે.

 

Spread the love

One thought on “શું રૂપાણી ગેહલોતને ચેલેન્જ આપી શકશે કે તેઓ દારૂ પકડી બતાવે તો મારે રાજીનામું આપી દેવું..!!

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!