ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી કાવી પોલીસ

ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી કાવી પોલીસ
Spread the love

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાનાં કાવી પોલીસની હદમાં આવેલ જંત્રાણ ગામ પાસે ચોકડી ઉપર પોલીસને બાતમી મળેલ કે એક થ્રી વ્હીલ ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોય જેના આધારે કાવી પોલીસ વોચ ગોઠવતા અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો (નંબર પ્લેટ વગરનો) ને રોકતા તેમાથી વિદેશી દારૂ બોટલ નંગ-180 એમ.એલ કોતરિયા જેની અંદાજિત કિંમત 22500 રૂ. તેમજ બીયર 500 એમ.એલના ટીનના બીયર નંગ-115 નંગ જેની કિંમત 11500 રૂ. અને અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પાની કિંમત રૂ.1,85,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂ.6500 આમ કુલ મળી 2,25,500 રૂ.ના મુદ્દામાલ સાથે (1)અરવિંદ સમસુભાઇ માલીવાડ (2) સુરેશભાઇ સમસુભાઇ માલીવાડ અને કાળુભાઇ મગનભાઇ સંગાદે ત્રણે રે. દશલાગામ તા.જી.દાહોદનાઓને મધ્યપ્રદેશના બનાવટના દારૂ સાથે ઝડપી પાડી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Right Click Disabled!