નેત્રંગના બજારોમાં ૧૦ના સિક્કા કોઈ સ્વીકારતું જ નથી

Spread the love
  • તાલુકાભરની સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકમાં ૧૦ ના સિક્કાનું ચલણ રાબેતા મુજબ કાયૅરત
  • પાનના ગલ્લાઓ,શાકભાજીની લાળીઓ, અનાજ-કરીયાણાની દુકાનો સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો ઉપર ૧૦ ના સિક્કા બાબતે ગ્રાહકો અને વેપારીઓમાં અસમંજસની સ્થિતિ
  • નેત્રંગના બજારોમાં ૧૦ ના સિક્કા કોઈ સ્વીકારતું જ નથી ! તેવા સંજોગોમાં ગ્રાહકો અને વેપારીઓ અસમંજસની સ્થિતિ ઉદભવવાા પામી છે

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે,જેમાં તાલુકાભરમાં નાના-મોટા ઔધોગિક એકમો સહિત પાનના ગલ્લાઓ, શાકભાજીની લાળીઓ,કપડા,ઇલેક્ટ્રોનિક્સ અને અનાજ-કરિયાણાની દુકાનો સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાનો આવેલી છે,જેમાં આમ પ્રજા ગ્રાહકના સ્વરૂપે ખરીદી અથૅ જાય છે,ત્યારે દુકાનદાર હિસાબના અંતે રૂ.૧૦ ની નોટના બદલે રૂ.૧૦ નો સિક્કો પરત કરે છે,ત્યારે ગ્રાહક કહે છે કે,રૂ.૧૦ ના સિક્કાનું ચલણ બંધ થઇ ગયું છે, અને તેના બદલે રૂ.૧૦ ની નોટ પરત આપો,તેવા સંજોગોમાં ગ્રાહક અને દુકાનદાર વચ્ચે અસમંજસની સ્થિતિ ઉદભવે છે,અને ઉગ્ર શબ્દોમાં બોલાચાલી થવાની ઘટનાઓ પણ સમયાંતરે પ્રકાશમાં આવી રહી છે,

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાભરની સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકમાં ૧૦ ના સિક્કાનું ચલણ રાબેતા મુજબ કાયૅરત છે,પરંતુ કમનસીબે બજારોમાં રૂ.૧૦ ના સિક્કા બંધ થઇ ગયા અને થઇ જવાની અફવાઓના પ્રતાપે ગ્રાહકો અને દુકાનદારો પણ રૂ.૧૦ના સિક્કા સ્વીકારવા બાબતે અસમથૅ હોવાના અહેવાલ મળી રહ્યા છે,જેમાં નેત્રંગના કેટલાક વેપારીઓ સંવાદમાં જણાવ્યું હતું કે,અમે ગ્રાહકો પાસેથી રૂ.૧૦ ના સિક્કા સ્વીકારીયે જ છે,પરંતુ અમારી પાસેથી બણ ગ્રાહકો રૂ.૧૦ ના સિક્કા સ્વીકારતા જ નથી,અને આનાકાની કરતાં હોવાથી મુશ્કેલી પડી રહી છે,જ્યારે રૂ.૧૦ ના સિક્કાના ચલણ બાબતે જવાબદાર વહીવટીતંત્ર જાહેરનામું પ્રસિધ્ધ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

 

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!