અંકલેશ્વરમાં રિટાયર્ડ BSF ઓફિસરની ફેસબુક ફ્રેન્ડ બની છેતરપિંડી કરનાર દિલ્હીનો ઠગ ઝડપાયો

Spread the love
  • ફેસબુક જોહન રોઝ નામની યુવતીની  મિત્રતા કેળવી 1,લાખ 89 હજાર રૂપિયા ખખેરી લીધા

અંકલેશ્વરમાં રિટાયર્ડ બી.એસ.એફ.ઓફિસર અને ખાનગી કંપની માં સિક્યુરીટી ઓફિસર સાથે તેની ફેસબુક ફ્રેન્ડે 1 લાખ 89 હજાર ની  છેતરપિંડી કરી હોવાની ફરીયાદ ગત જુલાઈ માસમાં જી.આઇ.ડી.સી. પોલીસ મથક માં નોંધાવા પામી હતી. જેમાં રૂપિયા જમા થયેલ દિલ્હીના ઠગને સાયબર સેલની મદદ થી જી.આઇ.ડી.સી. પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ  અંકલેશ્વરના ભરકોદ્રા ખાતે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા નિવૃત બી.એસ.એફ ઓફિસર 50 વર્ષીય દિલબાગસિંહ ગણગાશ હાલ ખાનગી  કંપનીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે નોકરી કરી રહ્યા છે. ફેસબુક પર તેમને થોડા સમય પૂર્વે જોહન રોઝ  નામની ફેસબુક આઈડી પર થી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેને તેમને એક્સેપટ કરતા બંને વચ્ચે ફેસબુક તેમજ વોટ્સઅપ વાતચીત શરૂ થઇ હતી. વાતચીત શરુ થતા ફેસબુક એકાઉન્ટ ધારકે પોતાનું નામ મેથ્યુ રોઝ નામ જણાયું હતું. અને પોતાના પતિનું 2 વર્ષ પૂર્વે મૃત્યુ થયું છે તેમના નામની પ્રોપટી અંદાજિત 30 કરોડ છે જે તેના ભાઈએ પચાવી પાડી છે.

પોતે આ પ્રોપટીઁ વેચી ભારત આવી ઈંવેસ્ટમેન્ટ કરવા જણાવ્યું હતું. ગત 27 જાન્યુઆરી 2019 ના રોજ બ્રિટિશ એરવેઝ થી લંડન થી મુંબઈ આવવાનું ફેસબુક ફ્રેન્ડે  દિલબાગ સીંગને જણાવ્યું હતું. અને તેના થોડા દિવસ બાદ મુંબઈ થી મોબાઈલ નંબર પર ફોન આવ્યો હતો કોઈ મહિલાએ જણાવ્યું હતું કે  તેઓ કસ્ટમ ઓફિસર છે અને તમારી  ફ્રેન્ડ છે તેની પાસે ઘણો સમાન અને રૂપિયા છે.

સામાન અને રૂપિયા બહાર લઇ જવા માટે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે તે માટે 1લાખ .65 હજાર  રૂપિયા તેમણે કસ્ટમ ડ્યુટી નામે એસ.બી.આઈ એકાઉન્ટ માં ટુકડે ટુકડે જમા કરાવ્યા હતા. ત્યારબાદ એક્સાઈડઝ ડ્યુટી ના નામે 1.લાખ 20 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટમાં તેમણે જમા કરાવ્યા  હતા.

ઉપરાંત ફેસબુક ફ્રેન્ડે પોતાનો માસ્ટર કાર્ડ ચાલતો ના હોવાનું જણાવી તેમને પેટીએમ વોલેડ વડે ફ્લાઇટ ટીકીટ પણ બુક કરાવી આપી હતી. એટલે થી નહિ અટકતા ભેજાબાજ ફેસબુક મહિલાએ ફોરેન કરન્સીને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે 1.લાખ 96 હજાર  રૂપિયાની માગણી કરતા તેમને શંકા ઉજતા  પોતાના મોટા દીકરા સાથે  વાત કરતા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનો અહેસાસ થયો હતો અને તેમને મોબાઇલ વોટ્સઅપ પર રૂપિયા આપવાનું બંધ કરતા  ફેસબુક એકાઉન્ટ તેમજ વોટ્સઅપ એકાઉન્ટ અને મોબાઈલ બંધ થઇ ગયા હતા.

જે  સંદર્ભે સાઇબર સેલ ભરૂચ  ખાતે અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપતા પોલીસની ભરૂચ સાઇબર ટીમ દ્વારા તપાસ દરમિયાન એસ.બી.આઈ બેંક એકાઉન્ટ સ્વેતા રાજેન્દ્દસિંહ યાદવ નામની મુરાદાબાદ યુ.પી રહેતી મહિલા હોવાનું તેમજ પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ દિલ્હીના સજ્જદ અહમદનું હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા સાયબર સેલ ની મદદ થી અંતે પોલીસે દિલ્હી થી સજ્જદ અહમદ શેખ નામના ઠગ ને દિલ્હી થી ઝડપી પાડ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી ,એમ.પી. ભોજાણી એ જણાવ્યુ હતુ કે જોહન રોઝ નામની કોઈ જ મહિલા નથી તેના નામનુ બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરી હતી. આરોપી પાસે રૂપિયા રિકવર કરવા તેમજ અન્ય સહ આરોપી ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Right Click Disabled!