અંધારામાં સિંહની પાછળ કાર દોડાવી વધુ એકવાર પજવણીનો વિડીયો વાયરલ

અંધારામાં સિંહની પાછળ કાર દોડાવી વધુ એકવાર પજવણીનો વિડીયો વાયરલ
Spread the love

ગીર,

ગીરના જંગલમાં રહેતા સિંહોનું ગૌરવ ભલે ગર્વથી લેવાતું હોય છે, પણ જંગલમાં સિંહો સલામત નથી તેવા અનેક પુરાવા સામે આવે છે. અસામાજિક તત્વો દ્વારા જંગલના રાજાની વારંવાર પજવણી કરવામાં આવે છે. જેના પુરાવા પણ સામે આવે છે. ત્યારે ઉના પાસે ઉમેજ રોડ પર સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે. અહીં સિંહો પાછળ કાર દોડાવીને તેમને સતાવવામાં આવ્યા હતા.

ગીરના જંગલમાં અવારનવાર સિંહો પાછળ કાર દોડાવી તેમની પજવણી કરવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રસ્તા પરથી શાંતિથી પસાર થઈ રહેલા સિંહની પાછળ કાર દોડાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આવુ બન્યું છે. ત્યારે વન વિભાગ વાયરલ થયેલા આ વીડિયો મામલે પગલા લે તેવી પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા માંગણી કરાઈ છે.

Right Click Disabled!