એસબીઆઈ બેન્કમાં મૂકેલી એફડી ઓનલાઈન ઉપાડી છેતરપિંડી

એસબીઆઈ બેન્કમાં મૂકેલી એફડી ઓનલાઈન ઉપાડી છેતરપિંડી
Spread the love

વડોદરા,

વડોદરાના વાસણા રોડ પર આવેલી ગ્રીન સોસાયટીમાં રહેતા સુનિલ જનાર્દન પ્રસાદ સિંહાનું પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ છે. આ બેંકમાં તેમને ૨.૮૭ લાખ એફ ડી પણ મૂકી છે.  દરમિયાન અટલાદરાની વૃંદાવન સોસાયટીમાં રહેતા ભેજાબાજ જીગ્નેશ રમણ માળીએ ઇન્ટરનેટ બેન્કિંગ એકાઉન્ટમાંથી એકાઉન્ટ લોગ ઈન કર્યું હતું અને એસબીઆઈની અગેઇન્સ્ટ ટીડીઆર એસટીડીઆરની સુવિધાનો ઉપયોગ કરી સુનિલની એફ ડીની લોન ૨.૮૫ લાખ ચંદુ નામના વ્યક્તિની લોન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી બાદમાં ભેજાબાજે જીગ્નેશે તબક્કાવાર ૨.૫૦ લાખની લોનની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ છેતરપિંડીની જાણ થતા સુનિલ સિંહાએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Right Click Disabled!