પતિ સાથે છૂટાછેડા વગર પ્રેમી સાથે રહેતી પત્ની વિરુદ્ધ ફરિયાદ

પતિ સાથે છૂટાછેડા વગર પ્રેમી સાથે રહેતી પત્ની વિરુદ્ધ ફરિયાદ
Spread the love

સુરત,

સુરતમાં સીંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા અને મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની વિનુ ઉર્ફે વી.બી મોરડીયા કતારગામ વિસ્તારમાં હીરાના વેપારી છે. એક વર્ષ પહેલા તેમની પત્નીનું કેન્સરની બીમારીને કારણે મોત થયું હતું. ત્રણ મહિલાથી તેઓ કામરેજના ખોલવડના આશા ઝાઝડીયા સાથે લીવ ઇન રિલેશનશીપનો કરાર કરીને તમેની સાથે રહેવા લાગ્યા હતા.

આશા તેના પતિ પ્રકાશ મોણપરા સાથે છૂટાછેડા લીધા નથી. આ અંગે આશાના પતિએ પોલીસમાં અરજી પણ આપી હતી. જાકે, પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી પ્રકાશે હીરાના વેપારી તેની પત્નીને ભગાડી ગયા છે તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. પ્રકાશે વિનુને ‘મારી પત્નીને ભગાડી ગયો છો, હું તને જીવથી મારી નાખીશ’ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. જાકે, આ સમયે સ્થાનિકો એકઠા થઈ જતાં પ્રકાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેના અઠવાડિયા પછી પણ પ્રકાશે આ જ પ્રકારની ધમકી આપી હતી.

ગત ૨૬મી સપ્ટેમ્બરના રોજ વિનુએ ફેસબુક ઉપર વાયરલ થયેલો એક મેસેજ જાયો હતો. જેમાં પ્રકાશે લખ્યું હતું કે, ‘ઉગામેડીના ઉદ્યોગપતિ વી.બી મારી પત્નીને ભગાડી ગયા છે.’ આ વીડિયોમાં પ્રકાશે વિનુ અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી વાત કરી હતી. આ મામલે હીરાના વેપારીએ પ્રેમિકાના પતિ વિરુદ્ધ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Right Click Disabled!