પ્રાઈવેટ પાર્ટમાં ૯૦ લાખનું સોનુ છુપાવેલ યુવક એરપોર્ટ પરથી ઝડપાયો

પ્રાઈવેટ પાર્ટમાં ૯૦ લાખનું સોનુ છુપાવેલ યુવક એરપોર્ટ પરથી ઝડપાયો

સુરત,

સુરતનું એરપોર્ટ જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાંથી સુરત આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોનાની દાણચોરી કરતા કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્્યા છે. જાકે તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે વલસાડના એક યુવકને ૯૦ લાખના સોના સાથે ઝડપી પડ્યો હતો.

શુક્રવારે શાહજહાંથી સુરત આવેલી ફ્લાઈટમાં એર ઇન્ટેલિજન્સ યુનિટે એક યુવકને મુસાફરને પૂછપરછ માટે અટકાવ્યો હતો. મૂળ વલસાડના આ યુવકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પેન્ટ અને ગુપ્તાંગના ભાગે છુપાવેલુ સોનું મળી આવ્યું હુતં. કસ્ટમ વિભાગે આ સોનાનો આંકડો અંદાજે ૯૦ લાખ જેટલો બતાવ્યો હતો. કસ્ટમ વિભાગે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ, ૯૦ લાખની કિંમતના ૨૨૦૦ ગ્રામની સોનાની દાણચોરી થતી કસ્ટમ વિભાગે અટકાવી છે.

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટનાઓ સતત બની રહી છે જાકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે શારજાહથી આવતી ફ્લાઈટમાં અત્યાર સુધી જેટલા પણ લોકો સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે, તેમાંથી મોટાભાગના સોનાને પીગળાવી તેમાં કેમિકલ પ્રોસેસ કરી પેસ્ટ બનાવી ગુપ્તાંગમાં છુપાવે છે.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!