ઈડર તાલુકાના વેરાબરમાથી ૪૬,૮૦૦ રૂ નો દારૂ ઝડપી પાડતી ઈડર પોલીસ

ઈડર તાલુકાના વેરાબરમાથી ૪૬,૮૦૦ રૂ નો દારૂ ઝડપી પાડતી ઈડર પોલીસ

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલીકે જીલ્લામાં પ્રોહી તથા જુગારની બંદી ડામવા સુચના આપેલી છે જે અન્વયે ઈડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી  ડી. એમ. ચૌહાણ તથા ઈડર પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. સોલંકી તથા પો.સબ.ઈન્સ જી. એસ. સ્વામી તથા સ્ટાફના અનામૅ એ.એસ.આઈ. ચાંપાભાઈ લાખાભાઈ તથા પો.કો. ભુપેન્દ્રકુમાર રમેશભાઈ તથા પો.કો. સાગરકુમાર બુધાભાઈ સાથે ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી મળી હતી કે વેરાબર ગામે અગીયારી ફળી પ્રાથમિક શાળા પાસે રહેતા મયંક દલસુખભાઈ જોષીની ઓરડીમા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ છે તેવી બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો નંગ -૧૪૪ તથા બીયર ટીન નંગ-૧૮૦ મળી કુલ. કિ.રૂ. ૪૬,૮૦૦ મુદ્દામાલ કબ્જે કરી મયંક દલસુખભાઈ જોષી વેરાબર હાજર નહિ મળી આવેલ શૈલેષ ડાભી રહે.વાલાપુર તા ઈડર વિરુદ્ધ પ્રોહિ નો ગુન્હો નોધી આગળની વધુ તપાસ ઈડર પી.આઈ. એમ. એમ. સોલંકીએ હાથ ધરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

 

Spread the love

One thought on “ઈડર તાલુકાના વેરાબરમાથી ૪૬,૮૦૦ રૂ નો દારૂ ઝડપી પાડતી ઈડર પોલીસ

  1. રિપોર્ટમા લખ્યુ છે કે મયંકભાઈ હાજર મળેલ નહી,તો બેઠેલા વ્યક્તિ નુ નામ શુ છે?

    Leave a Reply

    Your email address will not be published.

    Right Click Disabled!