હળવદ APMCએ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂત પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો

Spread the love
હળવદ એપીએમસીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂત પરિવારને એક લાખનો ચેક અર્પણ કર્યો

હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડુતના પરીવાર ને અેક લાખનો ચેક આપી સહાય કરી ખેડુતના ભાઇ તેમજ પત્નીને ચેક અર્પણ કરી ખેડુત પરીવારના દુ:ખમા ભાગ લીધો.

ઝાલાવાડમાં સૌથી મોટું ગણાતા પીઠામા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખાતેદાર ખેડુત પરીવારને અેક લાખ સુધી અને ખાતેદાર ખેડુતના વારસદારનુ આકાસ્મિક મોત થાય તો પચાસ હજાર જેટલી સહાય કરવામાં આવે છે ત્યારે આજે હળવદ તાલુકાના સુખપર ગામના લોદરીયા પરીવારના ખેડુતનુ થોડા દિવસો પહેલા ખેડુતનું અકસ્માતમાં મોત થયુ હતુ જેની જાણ માર્કેટિંગ યાર્ડને થતા મરનાર ખેડુત પરીવારને અેક લાખનો અેક અર્પણ કરવામા આવ્યો હતો ખેડુત પરીવારને આશ્વાસન આપીને સહાય કરી હતી. હળવદ APMC ચેરમેન રણછોડભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આ સહાય કોઈ સંસ્થા કે કોઈ બેંક દ્ધારા નહી પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્ધારા જ આપવામા આવે છે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂતને એક લાખ તેમજ વારસદારને ૫૦ હજાર આપવામાં આવે છે.

રિપોર્ટ : જગદીશ પરમાર

Avatar

Admin

Right Click Disabled!