અંબાસર ગામમાં તપોધન બાહ્મણો દ્વારા અનોખી રીતે વર્ષોથી ઉજવાતી દિવાળી

અંબાસર ગામમાં તપોધન બાહ્મણો દ્વારા અનોખી રીતે વર્ષોથી ઉજવાતી દિવાળી
Spread the love
  • દિવાળી એટલે એક આનંદનો તહેવાર જેમાં નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ હર્ષોલ્લાસથી ઉજવે છે
  • દિવાળીમા ભગવાન રામની યાદમા ઉજવાય છે અને દિવાળીના આ ત્રણ દિવસ માતાજીની અર્ચનાનું અને માતાજીને યાદ કરવામાં આવે છે

 અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ના અંબાસર(મહદેવપુરા) ગામે વર્ષો થી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. અંબાસર ગામમાં રાવલ ભાઈઓ (તપોધન બ્રાહ્મણ) મા એક એનોખો રિવાજ છે જેના પણ ઘરે પહેલો દીકરો જન્મે તેમને  ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી આ ત્રણ દિવસ ખુબજ ઉમંગ સાથે માતાજીના ગરબા કાઢવામાં આવે છે અંબાસર ગામે મોટા ભાગના વ્યક્તિઓ ધંધા રોજગાર માટે જુદા જુદા રાજ્યો અથવા જિલ્લામા વસે છે તેમ છતાં દિવાળીના આ ત્રણ દિવસ બધા ભાઈઓ એકઠા થાય છે અને માતાજીના ગરબા મા ભાગ લે છે અને ઉમંગ સાથે ગરબા કાઢે છે અને માતાજની દયાથી હજુ સુધી એક પણ વર્ષ ખાલી ગયું નથી અને ગામ લોકોની ભગવાન અને માતાજીને પ્રાથર્ના છે કે દર વર્ષે માતાજીના ગરબા આવી જ રીતે નીકળતા રહે અને ગરબાનું આયોજન ગામના ઉત્સાહી યુવાનો અને પ્રગતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!