અંધશ્રદ્ધા ભારતમાં વધુ પ્રબળ બની રહી છે…!

અંધશ્રદ્ધા ભારતમાં વધુ પ્રબળ બની રહી છે…!
Spread the love
આશારામ,  ઢબુડી મા, પથરીવાળી મા, નિર્મલ બાબા પાણીની બોતલમાં ફૂંક મારતા બાબા ! અરે ! આ બધાના જન્મદાતા કોણ ? 

આર્શિવાદ લેવા જનારા આપણે હું અને તમે અંધશ્રધ્ધા  ભારતમાં વધુ પ્રબળ બની રહી છે !  ઉડીસાના ગંજામ જિલ્લાની વાત છે   કેટલાક એવા વધુ અંધશ્રદ્ધા ધરાવતા લોકોએ ભેગા થઈ અડર્ધો ડઝન જૈફ વયના લોકોને પુષ્કળ માર માર્યા  એટલું જ નહી હાથ પગ ભાંગી નાંખીને  માનવ મળ ખવડાવ્યું  વાત એમ હતી કે આ ગામમાં ત્રણ મહિલાઓનું એક જ દિવસે મૌત થયું અને બીજી ઘણી બધી બિમાર પડી હતી. આ બધુ જાદુ ટોના અને મૂઠ મારવાને કારણે થયું હોવાથી ગામમાં હિંસા થઈ. આ પ્રકારના કિસ્સા ઠે રઠેર છે. જેનાથી એવું લાગે છે કે આપણે શિક્ષિત હોવાનો અને વિકાસ શીલ હોવાનો જે દાવો કરીએ છીએ તે દાવાનળ સમાન છે વધુ પડતી અંધશ્રદ્ધાની સાંસ્કૃતિકતાનું સ્તર ઘટે છે સ્વસ્થ સમાજ  સ્વચ્છ રાષ્ટ્ર અને સ્વચ્છ પરંપરાઓ માટે આદરવામાં આચરવામાં આવતા જાદુટોના ટોટકા તંત્ર  તાવીજ ને હોંકારા ઓ માટે સ્વચ્છતા અભિયાનની જરૂર છે.

માત્ર સડકો સ્વરછ હશે અને ગામે ગામ અંધશ્રદ્ધા ની ગંદકી હશે તો સ્વસ્થ સમાજ રચી શકાય નહી મોટા ભાગના  રાજકારણી ઓના જમણા હાથે અંધશ્રદ્ધા વીંટેલી  બાંધેલી હોય છે !  અંધશ્રદ્ધા માટે તેના નિવારણ માટે કોણ  પ્રયાસ કરે !  ગુજરાતના દાહોદ જિલ્લાની વાત છે એક મહિલા જે પ્રેગ્નેન્ટ હતી  પુષ્કળ તાવ આવતો હતો  દવાથી આરામ થતો નહી એટલે કોઈ  જાગરિયા એ કહ્યું : દાહોદમાં એક માણસ છે જે  ચમ્તકારિક છે  એની પાસે જાવ ! મહિલા તેનો પતિ અને દિયર  પેલા બાપુ પાસે  ગયા   પહેલાં તો  બાપુના વખાણ આજુબાજુ બેઠેલા કરી રહ્યા હતા એટલે  વિશ્વાસ પાકો થઇ થઇ ગયો  અને તુરંત જ  બાપજીએ કહ્યું  તમને વળગાડ છે !

શ્રીફળમાં બાંધી આપુછું બેનને અહી  બેસાડી તમે બંને  જણા નાળિયેર જંગલમા ફેંકી આવો  ! પેલા લોકો જંગલમાં ગયા અને અહીં  બાપજીએ  કાછડી છોડી ! બહેન ચીસો પાડતી રહી  ! આ ઘટના ની પોલીસ ફરીયાદ થઈ છે ! સાહેબ, આવા તો અનેક કિસ્સા છે. સામાજિક ડર ! ભૂત પ્રેતનો ભય  લોકો સહન કરી રહ્યા છે  ! અંધશ્રદ્ધાની દૂષિત હવાએ ભારતની ચેતના તે માત્ર દુષિત જ નહી પ્રદૂષિત કરી છે આ સ્થિતિ જનજીવન ને ત્રાસ આપનારી છે ! ગંભીર સામાજિક અપરાધ ને પોષનારી છે ચંદ્ર ઉપર જવાની અને પાંચ ટ્રીલીયન ના આર્થિક કાર બારની વાતો કરતાં પહેલાં દેશના ગામડાઓમાં ધમધમતાં અંધશ્રદ્ધા માં સ્થાનકોમાં  શું ચાલે છે તેની કોઈ વિગતો કોઈપણ રાજ્યની સરકાર પાસે નથી  !

જ્યાં જગા ભાળી ત્યાં દેવ દેવી ઓને થોપી દીધી છે.   કોઈ ગામ એવું ભાગ્યે હશે. જે ગામમાં રવિવારે કે મંગળ વારે અંધશ્રદ્ધાળુ ઓની ટોળકીઓ જામતીના હોય !  શાળાઓ બિસ્માર છે અને અંધશાળાઓ  ઝાકમજોળ  !  રાજ્યોની સરકારે જિલ્લા કલેક્ટ અને પોલીસવડા ની નિગરાની હેઠળ જે જે ગામોમાં આવા ધતિંગો ચાલે છે તેની વિગતો નિભાવવી જોઇએ અને આવક જાવકનો હિસાબ માંગવો જોઈએ  દરેક ગામના   જાગૃત નાગરીકોએ  પંદર પૈસાનું  પોસ્ટકાર્ડ  મોદી સાહેબ ને લખવું જોઈએ   !

શિક્ષક શાળામાં માંડો આવે  કે તલાટી માંડો આવે તો ફરિયાદો કરનારા રાતોના રાતો લોકોને બેવકૂફ બનાવનારા ઓ માટે ચૂપ કેમ ?  આપણે ડરપોક છીએ?  મિત્રો વિજ્ઞાન જાથા  કરતાં પ્રજાની જાથાને  પણ મજબૂત બનાવો  તમારી આજુ બાજુ  ગામમાં  કે જાણમાં  આ પ્રકારનાં  ધતિંગ ચાલતાં હોય તો  ખુલ્લા પાડો  ! વીડીઓ ગ્રાફી કરો  કોઈ રાજકીય વ્યકિત  જે આવા થાનકો પર આવે તો ખુલ્લા પાડો  અંધશ્રધ્ધા નિવારણ માટે  સામાજિક જાગરૂકતા જ પરિણામ  લાવી શકે ! આપણી રાજ નિતિ ડરપોક છે ! અંધશ્રદ્ધા નિવારણના કાયદો  સ્વચ્છતા અભિયાનમાં  વ્યસ્ત છે.

લેખક : રાજેન્દ્ર  રાવલ
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!