રાજપીપળા ચુનારવાડ ફળિયામાં થુંકવાના મામલે ઝઘડો થતાં ઝપાઝપી મારામારી

રાજપીપળા ચુનારવાડ ફળિયામાં થુકવાના મામલે ઝઘડો થતાં ઝપાઝપી અને મારામારીનો બનાવ બનતા તથા આંગળી પર જ ભચકુ ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. જેમાં ફરિયાદી સવિતાબેન અજીતભાઈ ચુનીલાલ ભૈયા (રહે. ચુનારવાડ રાજપીપળા)એ આરોપી રવિતાબેન ભુપેન્દ્રભાઈ ભૈયા, ભુપેન્દ્રભાઈ ભૈયા બંને (રહે. ચુનારવાડ)સામે ફરિયાદ નોંધી છે. 

ફરિયાદની વિગત મુજબ ફરિયાદીબેન સવિતાબેન તથા સાહેબ શોભાબેન પોતાના ઘરના આંગણામાં બેસેલા હતા. તે વખતે આ કામની રવિતાબેન એ આવીને થુંકવા લાગતા સવિતાબેન અમારી પાસે આવી કેમ થુંકે છે તેમ કહેતાં રવિતાબેન એ ગમે તેમ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ  જઇ ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમારી સવિતાબેનના જમણા હાથના પહેલી આંગળી પર અને શોભનાબેનના ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકું ભરી ઇજા કરેલ તેમ જ ભુપેન્દ્રભાઈના એ રવિતાબેનનું ઉપરાણું લઇ ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરી એકબીજાની મદદ કરી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!