ગઢેર ગામથી યુવતીને લગ્નની લાલચે ભગાડી જતાં ફરિયાદ

Spread the love

ગરુડેશ્વર તાલુકાના ગઢેરગામથી યુવતીને લગ્નની લાલચે ભગાડી જતા ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી નગીનભાઈ વાલજીભાઈ તડવી (રહે, વાસણા તા.સંખેડા જિ.છોટાઉદેપુર મૂળ રહે. ગઢેર ) આરોપી દીપકભાઈ શંકરભાઈ તડવી (રહે, વાસણા, વસાહત, તા.સંખેડા. જી. છોટાઉદેપુર) સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગત મુજબ ફરિયાદી નગીનભાઈના પુખ્ત વયની દીકરીને આ કામના આરોપી દીપકભાઈ તડવી પટાવી ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!