સ્ટેચ્યુ જોવા આવેલા પરિવારને નડેલા અકસ્માતમાં 9 વર્ષની બાળકીનું મોત

  • સ્ટેચ્યુ જોઈને છકડામાં બેસીને ગરુડેશ્વર દત્ત મંદિરેથી દર્શન કરીને છોકરાના બેસીને ગરુડેશ્વર ચોકડી પર જતી વખતે  છકડો પલટી ખાઇ જતા અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં પાંચ જણાને ગંભીર ઇજા
  • છકડા ચાલક સામે ફરિયાદ નોંધાઇ

કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા મહારાષ્ટ્રીય પરિવાર ને નડેલા અકસ્માતમાં 9 વર્ષની બાળકીનું કરુણ મોત નિપજયું હતું જ્યારે પરિવારના પાંચ જણને ગંભીર ઈજા થતા કરુણાંતિકા સર્જાઇ હતી, આ અંગે શહેર પોલીસ મથક છકડાચાલક સામે અકસ્માતના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી દુષ્યંતભાઈ વામનરાવ ગુરવ( છહે,95, ભગવતે નગર, દેવપુર, જી.ધુલિયા, મહારાષ્ટ્ર) એ આરોપ એ છકડા નંબર જીજે-23 ઝેડ- 2063ના ચાલક સામે ફરિયાદ નોંધી છે.

 ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી દુષ્યંતભાઈ પોતાની પત્ની અંકિતાબેન તથા બે બાળક તથા ભત્રીજી કનિષ્ક તથા પ્રાચીન આ બધા મહારાષ્ટ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે કેવડીયાકોલોની આવ્યા હતા, સ્ટેચ્યુ નો પ્રવાસ કરીને કેવડિયા થી છકડા નંબર જીજે-23 ઝેડ- 2063મા બેસીને મહારાષ્ટ્રીયન પરિવાર ગરુડેશ્વર દત્ત મંદિર એ ગયો હતો, અને મંદિરેથી દર્શન કરીને ત્યાંથી એ જ છકડામાં બેસીને વડોદરા જવા સારું ગઢેશ્વર ચોકડી તરફ જતા હતા, તે વખતે રાત્રિના 10:30 ના સુમારે ગઢેશ્વર ફળિયામાં સોનીની દુકાન ની સામે છકડા ચાલકે પોતાનો છકડો પૂર ઝડપે અને ગફલતભરી કરી હકારતા છકડો અચાનક પલટી ખાઇ જતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં ભત્રીજી પ્રાચી નંદલાલ ગૌરવ(ઉ.વ.9) ને માથામાં ગંભીર ઈજા થતા ૧૦૮ દ્વારા નજીકના હોસ્પિટલમાં આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાતા જ્યાં સારવાર દરમિયાન બાળકી પ્રાચીન મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના તમામ સદસ્યોને નાની-મોટી ઇજા થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેની ગરુડેશ્વર પોલીસ મથકે છકડાચાલક સામે અકસ્માત મોતના ગુના ની પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!