કેવડીયા ખાતેના પોલીસ ટેકનોલોજી પ્રદર્શનની મુદત તા. ૬ ઠ્ઠી નવેમ્બર સુધી લંબાવાઇ

 રાજપીપલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં ડેમ સાઇટ પાસે વ્યુ પોઇન્ટ નં- ૧ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા.૩૧ મી ઓક્ટોબરે ખુ્લ્લા મુકાયેલા પોલીસ ટેકનોલોજી પ્રદર્શનનની મુદત લંબાવવામાં આવી છે. આ પ્રદર્શન હવે તા.૫ અને ૬ ઠ્ઠી નવેમ્બર, ૨૦૧૯ સુધી સવારના ૧૧-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે, જેની જાહેર જનતાને નોંધ લઇ તેનો લાભ લેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદાર, કેવડીયા તરફથી જણાવાયું છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપલા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!