વરસાદથી નુકસાન પહોંચતા હાર્દિક ખેડૂતોની વ્હારે, કરી ૭ દિનમાં પાકવીમાની માંગ

વરસાદથી નુકસાન પહોંચતા હાર્દિક ખેડૂતોની વ્હારે, કરી ૭ દિનમાં પાકવીમાની માંગ
Spread the love

રાજકોટ,
કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતો પાયમાલ બની ગયા છે. મોઢે આવેલો કોળિયો છિનવાતા હાર્દિક પટેલ ખેડૂતોની વ્હારે આવ્યો છે. આ અંગે તેની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ખેડૂતોને ત્રણ-ત્રણ વખત નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ૭ દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહીં ચૂકવવામાં આવે તો આંદોલન કરીશું.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક પાકવીમો આપવો જાઇએ, જા આવું નહીં થાય તો અમે ખેડૂતો સાથે મળીને આંદોલન કરીશું. ખેડૂતોના અનેક પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા જાઇએ. ખેડૂતોને મદદ કરવામાં નહીં આવે તો અમે પ્રતિક ઉપવાસ આંદોલન કરીશું. અમે ખેડૂતોનો અવાજ બનવા પ્રયાસ કરી રહ્યા છીએ. મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ બળી ગયો છે. આથી તાત્કાલિક ખેડૂતોને પાકવીમો આપવામાં આવે. રાજકોટના કલેક્ટરને મળીને તાત્કાલિક વીમો આપવા માંગ કરીશું. ખેડૂતો સાથે મજાક કરવામાં આવી રહી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!