રાજપીપળા કરજણમાં 6 ટન લોખંડની પ્લેટોની ચોરી લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો

રાજપીપળા કરજણમાં 6 ટન લોખંડની પ્લેટોની ચોરી લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો
Spread the love
  • લૂંટના છ આરોપીઓની ધરપકડ કરતી નર્મદા એલસીબી પોલીસ. 
  • આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતા ગુનો કબૂલાત આરોપીઓ. 

રાજપીપળા કરજણ નદીના પુલ નીચેથી રૂ.150000 કિંમતની લોખંડની પ્લેટો ની સનસનાટીભરી ચોરી કરી લૂંટના ગુનાનો અન ડિટેક્ટ ભેદ નર્મદા એલસીબી પોલીસે એક મહિના જેવા વર્ષા બાદ ઉકેલ્યો છે આ ગુનામાં સંડોવાયેલા લૂંટના છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બનાવની વિગત અનુસાર 13/10/2019 ના રોજ કરજણ નદીના પુલ નીચે લોખંડની પ્લેટો ની લૂંટમાં ફરિયાદી વસંતભાઈ માધવભાઈ પટેલ (રહે. રાજપીપળા) એ ફરિયાદ નોંધાયેલી જે અંગે રામગઢ ગામે જવાના પુલનું બાંધકામ કરવા વપરાશ માટેની પ્લેટો લોખંડની છ ટનની કિં. રૂ.150000 નો મુદ્દામાલ ચોરી ઈસમો આઇસર ગાડી માં ભરી લૂંટ કરી.

જેમાં આરોપી ગોકુલભાઈ ઉર્ફે ગોપાલ કતારગામ( રહે કતારગામ સુરત ), રાજુભાઈ માલાભાઈ ભરવાડ,  હીરાભાઈ સવજીભાઈ કોળી પટેલ,  નરેશભાઈ ઉદયભાઇ મીઠાપર, સુરેશભાઈ ઉદયભાઇ મીઠાપરા, પરેશભાઈ હીરાભાઈ પરમાર તમામ (રહે ધામરોડ તા.માંગરોલ જી.સુરત )ની ઘનિષ્ઠ તપાસ ઇન્વેસ્ટિગેશન માટે તમામ આરોપીઓ એ જ ઝડપી પાડી તમામ ની અટક કરી હતી અને સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.જેમાં એલસીબી પીએસઆઇ સી.એમ.ગામીત ટ્રાન્સફર વોરંટથી કબજે લઇ તમામ આરોપીની અટક કરી આરોપીના પોલીસ રિમાન્ડ મેળવી આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 રિપોર્ટ :  જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!