હિંમતનગર બી ડીવીઝન પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હાના બે આરોપીઓને ઝડપ્યા

હિંમતનગર બી ડીવીઝન પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હાના બે આરોપીઓને ઝડપ્યા

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં તથા બીજા જીલ્લાઓના નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ. સુર્યવંશી  તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ શ્રી કે.એસ.બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો. સબ. ઈન્સ. એ. એન. ગઢવી તથા પો. સબ. ઇન્સ. વાય. વાય. ચૌહાણ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત છે. તે દરમ્યાન  પો. સબ. ઇન્સ. એ. એન. ગઢવી તથા પો.સબ.ઇન્સ. વાય. વાય. ચૌહાણ તથા ડી સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમી મળેલ કે શામળાજી પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.ન-૫૨૭૫/૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ એઇ, ૧૧૬ (બી), ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુન્હાના કામના નાસતાં ફરતાં આરોપીઓ-(૧) ખેરાશ પ્રકાશભાઇ ખત્રી રહે. શ્રી વિલા સોસાયટી મકાન નં-૪૮ હાજીપુર તા. હિંમતનગર તથા (૨) કરણ ઉર્ફે સની ગીરીશભાઇ રાઠોડ રહે. સમીર શાહના દવાખાનાની પાછળ, મહાવીર નગર, હિંમતનગરનો હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ રોડ ઉપર ઉભેલો  છે જે બાતમી  આધારે જઇ તપાસ કરતાં તે બંન્ને આરોપીઓ મળી આવતાં તે બંન્નેને ઉપરોક્ત ગુન્હાના કામે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ તા.૦૭/૧૧/૨૦૧૯ ના કલાક.૦૨/૦૦ વાગે અટક કરી આગળ ની કાર્યવાહી માટે આરોપીઓને શામળાજી પો.સ્ટે. જીલ્લા-અરવલ્લી ખાતે સોંપવા કાર્યવાહી કરી રહ્યા છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!