નાની કડીમા કડી તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન
દિવાળી પછી નવા વર્ષ નિમિતે કડી તાલુકા અને શહેર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ નાની કડી ખાતે ગુરુવારના રોજ યોજવામાં આવ્યું. નાની કડી ખાતે યોજાયેલ ઠાકોર સેનાના સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બહુચરાજી ધારાસભ્ય અને ઠાકોર સેના પ્રદેશ કાર્યાલય મંત્રી ભરતજી ઠાકોર અને પ્રદેશ ઉપપ્રમુખ જગતસિંહ હાજર રહ્યા હતા.જેમાં ભરતજી ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી વધુમાં વધુ તેમને સમાજમાં શિક્ષણ વધે, કુરીવાજો, અંધશ્રદ્ધા દૂર થાય અને દીકરીઓને ફરજીયાત શિક્ષણ આપવાની હાકલ કરી અને તેમણે જણાવ્યું કે કડી તાલુકામાં શિક્ષણકાર્ય માટે જમીનની વ્યવસ્થા થયી ગઈ છે. ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું કામકાજ ચાલુ થશે જેમાં સમાજના આગેવાનો મદદરૂપ થાય તેવી પણ વાત કરી આ સંમેલનમાં કડી તાલુકા ઓરમુખ રાજુજી ઠાકોર સહિત તમામ ઠાકોરસેનાના હોદ્દેદારો ભારે જહેમત ઉઠાવી હતી અને જેમાં ગ્રામ્ય સમિતિના હોદ્દેદારો સરપંચો, શિક્ષકો, આગેવાનો, વડીલો, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.