ઉબર ડિસેમ્બર સુધીમાં રાજકોટ અને વાપીમાં ઓટો રીક્ષા સર્વિસ શરુ કરશે

ઉબર ડિસેમ્બર સુધીમાં રાજકોટ અને વાપીમાં ઓટો રીક્ષા સર્વિસ શરુ કરશે
Spread the love

રાજકોટ,
પર્સનલ મોબિલિટી કંપની ઉબર ગુજરાત ખાતે પોતાની સર્વિસ વધારવા સક્રિય બની છે. આ માટે કંપનીએ આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં રાજકોટ અને વાપીમાં ઓટો સર્વિસ શરુ કરવાની યોજના બનાવી છે. ઉબરે ૪ નવેમ્બરના રોજ રાજ્યમાં મહેસાણા, આણંદ અને નડિયાદમાં સર્વિસ શરુ કરી છે. કંપનીએ ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અમદાવાદથી કેબ સર્વિસ શરુ કરી હતી અને બે વર્ષ પહેલા ઓટો સર્વિસ શરુ કરી હતી. ઉબર ઇÂન્ડયા એસએ રાઇડશેરિંગના હેડ ઓફ વેસ્ટ ક્રિષ્ના વીર સિંઘે જણાવ્યું હતું કે, આ વર્ષે ઉબર ઓટો ટ્રીપ્સમાં ૨.૫ ગણાની નોંધપાત્ર વૃદ્ધિ જાવા મળી છે અને હવે ભારતમાં અમદાવાદ ઉબર માટે ૧૦,૦૦૦થી વધુ ડ્રાઇવર-પાર્ટનર્સ સાથે ૧૦મું સૌથી મોટું માર્કેટ છે.

ક્રિષ્ના વીર સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકલા અમદાવાદમાં જ અમારી મહીને ૧૦ લાખથી વધુની રાઇડ્‌સ થાય છે. અનુકૂળ પીક-અપ વિકલ્પો, સરળ રાઇડ્‌સ અને ડિજિટલ પેમેન્ટના વિકલ્પોને કારણે ઉબર ઓટો શહેરમાં મુસાફરો માટે મુસાફરીનો લોકપ્રિય વિકલ્પ બન્યું છે. આ વર્ષની શરૂઆતમાં સુરત અને વડોદરામાં તેના લોન્ચ બાદ કંપનીને સારો પ્રતિસાદ મળ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!