માંગરોળ ખડાયતા સમાજ દ્વારા કોટીયર્ક ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવણી

માંગરોળ ખડાયતા સમાજ દ્વારા કોટીયર્ક ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવણી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ખડાયતા વાડી ખાતેના શ્રી કોટીયર્ક મંદિરમાં ભગવાન વિષ્ણુના જ એક અવતાર તેમજ સમગ્ર ભારત અને દુનિયાના ૪૦ દેશોમાં વસતા ખડાયતા વણિક જ્ઞાતિના મૂળ ઈષ્ટદેવ કોટયકઁ પ્રભુજીનો  (કારતક સુદ બારસ ને શનિવાર) પ્રાગટ્ય દિન છે. ગુજરાતમાં કોટયકઁ પ્રભુના મહુડી અને માંગરોળ, એમ ફકત બે જગ્યાએ મંદિર આવેલા છે. ત્યારે આજે માંગરોળમાં ૫૬ ભોગના દશઁન સાથે પ્રાગટય મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

એવું કહેવાય છે કે પૃથ્વીના પ્રલયકાળે ઠાકોરજી ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહ્યા હતા. ત્યારે કણઁમાંથી ભેગો થયેલો મેલ બહાર નીકળતા મધુ અને કૈટભ નામના બે રાક્ષસ ઉત્પન્ન થયા હતા. જે ઈન્દ્ર અને ઋષિઓને હેરાન કરતા હતા. આ રાક્ષસોના વિનાશ માટે દેવતાઓએ પ્રભુનું સ્મરણ કરતા ભગવાન વિષ્ણુએ કરોડો સુયઁના તેજ જેવું અંગ પ્રગટ કયુઁ. કોટયકઁ મહાપ્રભુ તરીકે ઓળખાયેલા આ સ્વરૂપે બંને દૈત્યોને સાથળ પર સુવડાવી અને ચક્ર વડે તેમના મસ્તક છેદીને તેમનો વિનાશ કયોઁ.

આ દિવસ હતો કારતક સુદ બારસ. બ્રહ્માજીની વિનંતી બાદ સાબરમતીના કિનારે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની સ્થાપના થઈ અને મહુડી ખાતે તિથઁધામ કોટયકઁ મંદીર બન્યું. આ મંદીર ઈ.સ. ૫૦૦ માં સ્થપાયાનો ખડાયતા ગોત્ર વૃતાંતમાં ઉલ્લેખ છે.  કોટયકઁ પ્રભુનું પ્રાગટય શ્રીનાથજીના સમય પહેલા થયું હોવાનું મનાય છે. આથી મૂળ ઈષ્ટ કુળદેવ કોટયકઁ તથા ઈષ્ટદેવ તરીકે ખડાયતા જ્ઞાતિના લોકો આરાધ્ય દેવ શ્રીજીબાવાની સેવા કરે છે.

માંગરોળમાં સંવત ૨૦૫૨, કારતક વદ છઠને સોમવાર એટલે કે તા. ૧૩-૧૧-૧૯૯૫માં કોટયકઁ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ટાવર ગ્રાઉન્ડ નજીક આવેલા આ મંદિરમાં આજે ધુન, કિતઁન તેમજ ૫૬ ભોગના દશઁનના આયોજન સાથે જ્ઞાતિજનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કોટયકઁ મંદિરના સાનિધ્યમાં  ભજન કીર્તન તેમજ સાથે સાથે રંગોળી સ્પર્ધા નુ પણ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દર વર્ષની જેમજ આવર્ષે પણ બોર્ડીંગ તરફથી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમસ્ત ખડાયતા સમાજના પ્રમુખ શ્રી કાંતીકાકા ના સુંદર માર્ગદર્શન અને આયોજન દ્વારા તેમજ ખડાયતા સમાજ ની વર્કિંગ કમિટી તેમજ મહિલા મંડળ ના દરેક મેમ્બરો દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોના જ્ઞાતિજનોએ પણ દર્શનનો ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કાર્યક્રમને અંતે દરેક જ્ઞાતિજનો માટે સુંદર ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Spread the love

One thought on “માંગરોળ ખડાયતા સમાજ દ્વારા કોટીયર્ક ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવણી

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!