નાયબ મુખ્યસમંત્રી નીતિનભાઇ પટેલે વચનામૃત કથાનું રસપાન કર્યુ

નાયબ મુખ્યસમંત્રી નીતિનભાઇ પટેલે વચનામૃત કથાનું રસપાન કર્યુ

નડિયાદ
સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન વડતાલ ખાતે કાર્તિક સમૈયાનો પ્રારંભ થયો છે. શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ શનિવારે સહભાગી થઇ વચનામૃત કથાનું રસપાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે વડતાલ ધામનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વડતાલમાં યાત્રાળુઓ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવશે. શ્રી પટેલે સ્વામિનારાયણ મંદિર વડતાલની માનવ કલ્યાણ તેમજ જનસેવા ની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અયોધ્યા ચુકાદા મામલે શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે આઝાદી બાદ ભારત વર્ષ માટે આ ઐતિહાસિક ચુકાદો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર દેશને મજબૂત અને સુરક્ષિત સમૃદ્ધ બનાવવા સૌ ગુજરાતીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વીકારીને દેશની એકતા અખંડિતતાને વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

શ્રી પટેલે જણાવ્યુંત કે ભારત દેશનો મુદ્રાલેખ સત્વોમેવ જયતે છે. સત્યદનો હંમેશા વિજય થાય છે. સાચું અને સારૂં બદલાતું નથી. અમર રહે છે. રામ જન્મરભૂમિનો ઐતિહાસિક ચુકાદો આવ્યોન છે. આ ચુકાદાથી સમગ્ર દેશના ૧૩૦ કરોડ લોકોમાં આનંદની ખુશી વ્યા પી ગઇ છે. વડતાલમાં ઉજવાઇ રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સરવ સમયે ઘણા વરસોથી ચાલી રહેલા અયોધ્યા‍ રામજન્મસભૂમિ કેસનો ઐતિહાસિક ચુકાદો આવવાથી આપણ સૌને યાદ રહી જશે. રામ જન્મહભૂમિ ઉપર ભવ્ય રામમંદિર નિર્માણ થશે. તેમ નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વચનામૃત દ્વિશતાબ્દીમ મહોત્સભવમાં જણાવ્યુંર હતું. સ્વાનમિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ઉજવાઇ રહેલ વચનામૃત દ્વિશતાબ્દીથ મહોત્સદવના પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વચનામૃત એટલે રામાયણ, મહાભારત, ઉપનિષદો વગેરે શાસ્ત્રોુનો નીચોડ સમૂહનો ગ્રંથ છે. જેમાં લખાયેલી વાતો આજે પણ સાચી લાગે છે.

આ પ્રસંગે ઇન્ડિખયા ન્યૂચઝ ચેનલના ચીફ એડિટર રજત શર્માએ વચનામૃત મહોત્સ વમાં સ્વાણમિનારાયણ સંપ્રદાયની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, સંતો મહંતો, મુખ્યણ દંડકશ્રી પંકજભાઇ દેસાઇ સહિત વિશાળ સંખ્યાામાં હરિભક્તો હાજર રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!