અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો  ત્રિ દિવસીય અધિવેશનનો સમાપન સમારોહ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો  ત્રિ દિવસીય અધિવેશનનો સમાપન સમારોહ

મહેસાણા,
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજીત ૦૭ મું રાષ્ટ્રીય અધિવિશેન કાર્યક્રમનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમાપન સમારોહમાં સંઘ દ્વારા વિવિધ ત્રણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા.જેમાં શિક્ષણ અને શિક્ષકોની સમસ્યાઓનું નિરાકરણ,પર્યાવરણ-સંરક્ષણ માટે એક સાથે કામ કરવું અને શિક્ષણમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારોનો સમાવેશ કરવાનો થાય છે.

૧૯૮૮ થી પ્રગટેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના યજ્ઞની જ્યોતને પ્રજ્વલીત કરવા માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવે છે.આ વર્ષે ગણપત યુનિ ખેરવા ખાતે ૦૮ નવેમ્બરથી ૧૦ નવેમ્બર દરમિયાન આ અધિવેશન યોજાયુ હતું. આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રભરના ૨૫૦૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહી શિક્ષણ માટે ચિંતન અને મંથન કર્યું હતું જેમાં “નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય’’ ” ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય’’ સહિત પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન’’ જેવા મહત્વના વિષયો પર ચિંતન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આર.એસ.એસના સર કાર્યવાહક ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે દેશમાં પરિવર્તન થઇ રહ્યું છે.શિક્ષણ અને આરોગ્યની સેવાઓ માટે લોકો દેશમાં આવી રહ્યા છે જેના થકી રાષ્ટ્ર ગૌરવાવિંત થઇ રહ્યો છે.દેશને આજે સ્પીડઅપ ઇન્ડિયાના સુત્ર સાથે આગળ વધવાનું છે.
સર કાર્યવાહક ભૈયાજી જોષીએ ઉમેર્યું હતું કે આજની યુવા પેઢી દેશને પરમ વૈભવની દિશામાં આગળ લઇ જાય તે પ્રકારનું શિક્ષણ શિક્ષકો દ્વારા અપાવવું જોઇએ. શિક્ષણ માત્ર રોજગારી માટે નહિ પરંતુ ગુણવત્તા યુક્ત શિક્ષણ જરૂરી છે.શિક્ષણ જાણકારી અને જ્ઞાનનો ભંડાર બનવું જોઇ તેમ જણાવી વ્યક્તિ વિકાસ ઉપર ખાસ ભાર મૂક્યો હતો

માનવ વિકાસ સંશાધન મંત્રીશ્રી રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે ભારત દેશમાં ૧૬ લાખથી વધુ શાળાઓ,૦૧ કરોડથી વધુ શિક્ષકગણ અને ૩૩ કરોડથી વધારે વિધાર્થીઓનો દેશ છે.નવા ભારતના નિર્માણ માટે સશક્ત ભારત,સ્વચ્છ ભારત,સમૃધ્ધ ભારત થકી એક ભારત-શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે આગળ વધવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશમાં નવી શિક્ષણ નિતી આવી રહી છે.નવી શિક્ષણ નિતીમાં જમીન ઉપર રહીને આકાશને આંબવાની શક્તિ હશે જેના થકી દેશ વિશ્વ ગુરૂ બનવા તરફ પહેલ કરશે.ભારતની આર્થિક ક્ષમતા વધારનારી નવી શિક્ષણ નિતી આગામી ૨૫ ડિેસેમ્બરે રજુ કરવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નવી શિક્ષણ નિતી સંસ્કાર,શિક્ષણ,રોજગાર,ટેકનોલોજી સહિત વિવિધ આયામો થકી નવા ભારતના નિર્માણ માટે આધારશીલા બનશે. તેમણે ઉમર્યં હતુંકે જય જવાન,જય કિસાન જય વિજ્ઞાન સાથે જય અનુંસંધાનની દિશામાં આગળ વધી મેઇક ઇન ઇન્ડિયા,ડીજીટલ ઇન્ડિયા,સ્ટેન્ડ અપ ઇન્ડિયા સાથે દેશ આગળ વધી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વિચારો,રાષ્ટ્રીય ભાવના સાથે વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણમાં અહમ કાર્ય શિક્ષકો દ્વારા થઇ રહ્યું છે.આગામી સમયમાં આવનાર નવી શિક્ષા નિતી નવી પેઢીને તૈયાર કરવાનું કામ કરશે તેમ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમર્યું હતું કે શિક્ષક એક વ્યક્તિ,પરિવાર માટે નહિ પરંતુ સમ્રગયતા સમાજ નિર્માણ માટે કામ કરે છે. શિક્ષકોનું કામ નૈતિક કામ છે જેના થકી વ્યક્તિ નિર્માણ અને સમાજ નિર્માણનું ઘડતર થાય છે તેમ જણાવી દેશ ભરથી આવેલ શિક્ષક મિત્રોને ગુજરાતની પાવન ભૂમિ પર આવકાર્યા હતા

કાર્યક્રમમાં એ.બી.આર.એસ.એમના અધ્યક્ષ જે.પી.સિંઘલ,મહામંત્રી શિવાનંદ નન્દકેરા, પદાધિકારી મહેન્દ્ર કપૂર,ગણપત વિશ્વ વિધાલયના ગણપતભાઇ પટેલ,વિવિધ વિશ્વ વિધાલયના કુલપતિશ્રીઓ, ઉપકુલપતિશ્રીઓ, પ્રાન્ત સંઘચાલકશ્રીઓ, ક્ષેત્રીય મંત્રીશ્રીઓ, પૂર્વ કુલપતિશ્રીઓ, વિવિધ શિક્ષણ વિધાલયના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, સંયોજક શ્રી ઘનશ્યામભાઇ પટેલ, નારાયણલાલ ગુપ્તા, સહ સંયોજક ભાવિનભાઇ ભટ્ટ, સહ સંયોજક શ્રી રમેશભાઇ ચૌધરી, મહાપ્રબંધક ભીખાભાઇ પટેલ, સહસંયોજક શ્રી રતુભાઇ ગોળ, પ્રચારકશ્રીઓ, રાષ્ટ્રભરના આમંત્રિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!