સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોરીના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પાસામા ધકેલાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોરીના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને પાસામા ધકેલાયા
Spread the love

આરોપીઓને ભુજ, અમદાવાદ, સુરત અને રાજકોટ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા

એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ પેરોલ ફ્લૉ સ્કવોર્ડ નર્મદા પોલીસનું સંયુક્ત ઓપરેશન

નર્મદા કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાખો પ્રવાસીઓ ઉમટતાં હોવાથી કેટલાક અસામાજીક તત્વો પ્રવાસીઓને નજર ચુકાવીને પ્રવાસીઓની કિંમતી ચીજવસ્તુઓની ચોરી ના અવાર-નવાર બનાવો બનતા રહે છે જેની જિલ્લા પોલીસ વાડા હિમકરસિંહે ગંભીર નોંધ લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોરી કરતા ઈસમોની ખાસ વોચ રાખી તેમને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપતા નર્મદા એલસીબી પોલીસ એક્શનમાં આવી હતી જે માટે એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ પેરોલ સ્કવોર્ડ કાર્યરત કરતા સ્ટેચ્યુ પર ગોઠવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી ફૂટેજને આધારે ચોરી કરતી ગેંગને રંગે હાથે 6 જેટલા ઈસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જેમાં કેવડીયા પોલીસ મથકે દરેકના જુફદા જુફદા ગુના નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં તમામ આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જણાવતા આ ગુનામાં સંકળાયેલા 6 આરોપીઓ વિરુદ્ધ એલસીબી નર્મદા દ્વારા પાસ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટે આ તમામ આરોપીઓ સામે પાસા દ્વારા હેઠળ અટક કરવાનો હુકમ કરતા

જે પૈકી આરોપી મનોજભાઈ પૂનમ ભાઈ સોલંકી (રહે, જય અંબે મોહલ્લા ઝુપરપટ્ટી, વારસિયા, વડોદરા ને ભુજ જેલ ખાતે )તથા મનોજભાઈ રમેશભાઈ દંતાણી (દેવીપુજક)( રહે,  ભાથીજી નગર પાસે, ખોડીયાર નગર વડોદરાને અમદાવાદ જેલ ખાતે ), કાનજીભાઈ લક્ષ્મણભાઈ દેવીપુજક (રહે, રાજુનગર ઝુપડપટ્ટી, ખોડીયાર નગર વડોદરા અને રાજકોટ ખાતે),  અશોકભાઈ ચતુરભાઈ વાઘેલા (રહે, રાજુનગર,  પેટ્રોલ પંપ પાસે, ખોડીયાર નગર વડોદરાને સુરત જેલ ખાતે), અજયભાઈ ધુળાભાઈ મારવાડી (રહે, વિઠ્ઠલ નગર સયાજી ટાઉનશીપ રોડ, વડોદરાને સુરત જેલ ખાતે પાસા હેઠળ અટક કરી જેલને હવાલે કરી જેલના સળીયા પાછળ ધકેલી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે તેમજ તેમની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ આવી ચોરી કરવાની માનસિકતા ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહી થાય અને પ્રવાસીઓ મુક્ત રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ શકે તે માટે આવા કડક પગલાં ભરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!