તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામે ધીંગાણુ

Spread the love

મારક હથીયારો ઉછળ્યા,  લાકડી,  કુહાડી અને ઈંટો વડે જીવલેણ હુમલો

ઝપાઝપી, મારામારી પ્રકરણમાં 4 જણાને ઇજા.

કુલ દશ ઈસમો સામે તિલકવાડા પોલીસ મથક સામસામી પોલીસ ફરિયાદો

તિલકવાડા તાલુકાના કાટકોઇ ગામે ધીંગાણુ થવા પામ્યું હતું જેમાં પંચાયત નું પાણી છોડવાના મામલે ઝઘડો બોલાચાલી થયા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારક હથીયારો ઉછળ્યા હતા, અને લાકડી, કુહાડી અને ઈટ વડે જીવલેણ હુમલો કરી ઝપાઝપી અને મારામારી પ્રકરણમાં 4 જણાને ઈજા થવા પામી છે.આ અંગે તિલકવાડા પોલીસ મથકે કુલ 10 ઈસમો સામાસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જેમાં ફરિયાદમાં ફરિયાદી દિવ્યેશભાઈ ઉર્ફે મનોજભાઈ બુધાભાઈ ઉર્ફે કાલીદાસભાઈ તડવી (રહે, કાટકોઇ )એ આરોપી કેયુરભાઈ જશુભાઈ તડવી, જશુભાઇ રણછોડભાઈ તડવી, શૈલેષભાઈ વિક્રમભાઈ તડવી, કિરીટભાઈ ઉર્ફે કિરણભાઈ અમરતભાઈ તડવી, ખુશાલભાઈ સરવૈયાભાઈ,  નીતાબેન જશુભાઈ તડવી, સચીનભાઈ પ્રવિણભાઈ તડવી તમામ(રહે,સાવલી)કુલ સાત ઈસમો સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી દિવ્યેશભાઈના દાદા બચુભાઈ ઉકેડાભાઈ તડવી કાટકોઇ ગામનું પંચાયતનું પાણી છોડવાનું કામ કરે છે. તેને આરોપી કેયુરભાઈ ની મોટર સાયકલ દિવ્યેશભાઈ ના ઘરે જઈ કહેવા લાગેલા કે આજથી બે કલાક પાણી છોડવાનું તેમ કહેતા જણાવેલ કે કઈ વાંધો નહીં, આજથી બે કલાક પાણી છોડીશ. તેમ કહેતા કેયુરભાઈ એ જણાવેલ કે તમો ઘરનું કામ કરો છો તો રોડ ઉપર પાણી કેમ જવા દો છો કાલે મારા પપ્પા રોડ ઉપર પડી જતા હતા,  જેથી બચુભાઈ કે તારા પપ્પા પડતા હતા તેમાં હું શું કરું ? તેમ કહેતાં કેયુરભાઈ ને ગમે તેમ ગાળો બોલવા લાગતા બચુભાઈએ ગાળો બોલવાની ના પાડતાં બોલાચાલી થયેલી.

તે વખતે કેયુરભાઈ એ મોબાઇલ ફોન કરી જાણ કરતા જશુભાઈ, કિરીટભાઈ,  ખુશાલભાઈ,  નીતાબેન, સચીનભાઈ મારક હથિયારો સાથે દોડી આવેલ અને ગજેન્દ્રભાઈ બચુભાઈ તળવી ને કેયુરભાઈ એ જમણા પગ ઉપર લાકડી મારી દીધેલ તથા જસુભાઈ,  શૈલેષભાઈ, કિરીટભાઈ,  કિરણભાઈ, ખુશાલભાઈ, નીતાબેન,  સચીનભાઈને ગડદાપાટુનો મારમારી દિવ્યેશભાઈ ના ઘરમાં ઘૂસી જશુભાઈ એ પોતાના હાથમાં કુહાડી દિવ્યેશભાઈ ની ડાબી આંખ ઉપરના ભાગે મારેલ તથા બીજો ઘા કરવા જતા દિવ્યેશભાઈ એ કુહાડી પકડી લીધેલ અને તે વખતે લાકડાનો સપાટો દિવ્યેશભાઈ ના માથાના પાછળના ભાગે મારી ઇજા કરેલ આ વખતે છોડાવવા માટે વચ્ચે પડતાં અંજનાબેનને નીતાબેને  ડાબા ગાલ ઉપર થપ્પડ મારી ઇજા કરી હતી તથા નિમેષભાઈ અંબાલાલ તડવીને આરોપી શૈલેષભાઈએ ઈજા કરી કેયુરભાઈ સાથે એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હથિયારો સાથે મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજા કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામી બીજી ફરિયાદમાં ફરિયાદી જશુભાઇ રણછોડભાઈ તડવી (રહે કાટકોઇ )એ આરોપી દિવ્યેશભાઈ બુધાભાઈ તડવી, ગજેન્દ્રભાઈ બચુભાઈ ગડવી,  બચુભાઈ ઉકેડભાઈ તડવી ત્રણેય  (રહે, કાટકોઇ)  સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી જશુભાઈના પુત્ર કેયુરભાઈ તથા ફળિયાના શૈલેષભાઈ તડવીનાઓને ગામમાં પાણી છોડેલ હોય અને પાણીનો બગાડ ન થાય તે માટે બંધ કરાવવા માટે વચલા ફળિયામાં મોકલેલ અને આ બંને સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો બોલતો હોય જેથી જશુભાઈ ત્યાં જતા જશુભાઈ સાથે પણ ગમે તે મને ગાળો કેમ બોલ્યા તેમ કહી દિવ્યેશભાઈ એ તેના હાથમાં ઈટ પકડી જશુભાઈ ના બરડાના પાછળના ભાગે મારી ઈજા કરેલ ગજેન્દ્રભાઈ એ જસુભાઈ ને ગડદપાટુનો માર મારી ઝપાઝાપા કરી બચુભાઈ એ ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Right Click Disabled!