રાજપીપળા પાસે મહારાષ્ટ્ર વેપારીની તુવેરદાળ બારોબાર વેચી છેતરપિંડી

Spread the love

રૂ.16.38 લાખની તુવરદાળનો જથ્થો વાસદ ન મોકલી ઠગાઈ કરી.

મહારાષ્ટ્રના મલકાપુર ખાતે આવેલ રાધાકિશન માંથી ગત તા. 1 નવેમ્બરે ટ્રક નંબર જીજે 03 એ ડબલ્યુ 3936 માં તુવેરદાળના 50 કિલોના કટ્ટા નંગ 420  કુલ વજન 21 ટન લઈને વસદ શિવલિંગ માર્કેટિંગમાં આપવા માટે રવાના કરી હતી. ટ્રકમાં રૂ. 16, 38, 966ની કિંમતની તુવેર દાળ ભરેલા કટ્ટા હતા. ટ્રક ડ્રાઈવર સમીર કાદરભાઈ આરબ અને તેનો મિત્ર ફિરોજ જીગર ચામાડીયા બેઉ રહે સુરેન્દ્રનગર તેઓ રસ્તામાં રાજપીપળા નજીક ખામર ઘાટના હાઈવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ હાઇવે રોડ પર ફિરોજ આ માલ પૈકી 375 કટ્ટા એટલે 187.50 તુવેરદાળ જેની કિંમત રૂપિયા 14,62,500ની બારોબાર વેચવા માટે બીજી ટ્રકમાં ભરી દીદી હતી.

ત્યાર બાદ ટ્રકને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. વેપારી ગજાનંદ મધુકર રાવ ગોલીવાલે ટ્રક ચાલકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ સંપર્ક થઇ શકયો નહતો. જયાં તુવેરદાળ મોકલવાની હતી ત્યાં પણ નહીં પહોંચતા આખરે શોધખોળ હાથ ધરતા જે ટ્રકમાં માલ ભર્યો હતો તે રાજપીપળા નજીક હોવાની જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.

ટ્રકમાં તપાસ કરતાં થોડાક જ કરતા મળી આવ્યા હતા વેપારી જોડે છેતરપિંડી થઇ છે  તેમ જાણતા વેપારીએ આમલેથા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,રાજપીપળા

Right Click Disabled!