ગોરા બ્રિજ પરથી પસાર થતા રાહદારીને બાઈક સવારે અડફેટમાં લેતા રાહદારીનું મોત

Spread the love
  • ચાલક સામે પોલીસ ફરિયાદ

ગોરા બ્રિજ પરથી પસાર થતા રાહદારી ને બાઈક સવારે અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યું છે, આ અંગે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં ફરિયાદી શંકરભાઈ સોમાભાઈ તડવી (રહે ગોરા કોલોની )એ આરોપી કાળા કલરની હીરો હોન્ડા મોટર સાયકલ નંબર જીજે 06 ઈ કે 4969 ચાલક સામે ફરિયાદ નોંધી છે. 

ફરિયાદની વિગત અનુસાર હીરોહોન્ડા મોટર સાયકલના ચાલકે પોતાનું વાહન બ્રિજ પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બ્રિજ પરથી પસાર થતા રાહદારી મુકેશભાઈ ના ભાઈ નાનાભાઈ ભીમસિંગભાઈ તડવી ( રહે ગોરા કોલોની ) અડફેટમાં લઇ અકસ્માત કરતા તેને માથામાં ગંભીર ઇજા થતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Right Click Disabled!