પાનોલી GIDCથી બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પાનોલી GIDCથી બોલેરોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
Spread the love

પોલીસ મહાનિરિક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ શ્રી બી. ડી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો પાનોલી ધામડોદ રોડ ઉપર વોચ તપાસમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે આજરોજ પાનોલી GIDC ઓવર બ્રિજ ઉપરથી બોલેરો પીકઅપ ગાડી નંબર MH 48 AY 5587 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરના અલગ અલગ બ્રાન્ડના બોક્ષ નંગ–૪૪, નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ–૨૧૨૨ કિ. રૂ. ૨,૪૫,૮૦૦/- સાથે આરોપી લલીત s / હરીરામજી નવરજી સોની ઉ.વ. ૪૦ રહે હાલ મ.નં. ૩૦૨ વર્ધમાન સોસાયટી અંક્લેશ્વર જી.આઈ.ડી.સી અંક્લેશ્વર જી. ભરૂચ મુળ રહે. ગઢસીવાના ગામ પાદરુકાવાસ તા . ગઢસીવાના જી . બાડમેર રાજસ્થાનનાને ફીલ્મી ઢબે પીછો કરી પકડી પાડી તેની પાસેથી પ્રોહી મુદ્દામાલ તેમજ મહિન્દ્રા બોલેરો પીક – અપ કિં . રૂ . ૩ , ૦૦ , ૦૦૦ / – તેમજ મોબાઈલ ફોન નંગ – ૦૧ કિં . રૂ . ૫૦૦ / – તેમજ પ્લાસ્ટીકના કેરેટ નંગ – ૮૮ કિં . રૂ . ૮૮૦ / – તથા લાઈસન્સની કિં . રૂ . ૦૦ / – તેમજ અંગ ઝડતીના રોકડા રૂપીયા , ૬૭૦ / – ગણી લઈ કુલ કિં . રૂ . ૫ , ૫૦ , ૮૫૦ / – નો મુદ્દામાલ કબ્ધ કરી પકડાયેલ આરોપી તેમજ સેલવાસ ખાતેથી વિદેશી દારૂ સપ્લાય કરનાર મનીષ તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર દિપુભાઇ વિરૂધ્ધમાં અંકલેશ્વર રૂરલ પો . સ્ટે . માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીનો પુર્વ ઇતિહાસ : પકડાયેલ આરોપી લલીત s / હરીરામજી નવરજી સોની નાનો અગાઉ બે વર્ષ પહેલા સુરત પલસાણા પો . સ્ટે . માં પ્રોહીબીશનના ગુન્હામાં તેમજ નવસારી જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો પકડાયેલ છે . તેમજ આશરે દશ વર્ષ અગાઉ પોતાના વતન રાજસ્થાનમાં ચોરીના ગુન્હામાં પકડાયેલ છે .

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો . સ . ઇ . શ્રી બી . ડી . વાઘેલા તથા અ . હે . કો . ઇરફાન અબ્દુલ સમદ તથા અ . હે . કો મગનભાઈ દોલાભાઈ તથા પો . કો . રાકેશભાઇ રામજીભાઇ તથા પો . કો નિલેશભાઈ નારસિંગભાઇ તથા પો . કો . ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો . કો . દિપકભાઇ રાજેન્દ્રભાઇ તથા પો . કો . વિશાલભાઇ રમેશભાઇ તથા યુ . પો . કો . નીતાબેન રમણસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ

Admin

Admin

9909969099
Right Click Disabled!