કંકુસ્થળ હથેળીની છાપ ભીતર કે ભીંત પર !

કંકુસ્થળ હથેળીની છાપ ભીતર કે ભીંત પર !

કંકુસ્થળ હથેળીની છાપ ભીતર કે ભીંત પર !

સંધ્યા અને ઉષા એ બે સૂરજની દીકરીઓ છે. મધ્યાહન એ સૂરજનો દીકરો છે. ઉષા સવારે સૂરજદેવને લેવા ઊભી હોય છે અને સંધ્યા છેક સૂરજદેવને ક્ષિતતજ સુધી વળાવવા જાય છે.

બેટી બચાવો – બેટી પઢાઓના નારા ખૂબ ચાલે છે. મને યાદ છે, મારાં ગામડે રસ્તા પર પડતી ભીંતો પર વાદળી ગળીથી અનેક સરકારી સૂત્રો વાંચવા મળતાં. ગરીબી હટાવો, બે બાળક બસ-જેવાં અનેક એ સૂત્રો સાવ બેઅસર નહોતાં રહેતાં. એની અસર થતી પણ પરરવતતન ઘણું ધીમું જોવા મળતું.

દીકરીઓ આજે પુરૂષ સમોવડી થઇ ગઇ છે. તવમાન અને રેલગાડીઓ પણ દીકરીઓ ચલાવતી થઇ ગઇ છે. આપણું સંતવધાનમાં સ્ત્રી અને પુરૂષને સમાન ગણવામાં આવયાં છે.

વેદકાળમાં સમાજ માતૃપ્રધાન હતો. સ્ત્રી અને પુરૂષ સમાન રીતે રાજકાજમાં ભાગ લઇ શકતી. ગણરાજ્યમાં પણ રાજકાજમાં સ્ત્રીઓને પ્રતતતનતધત્વ આપવામાં આવતું. ગુજરાતમાં વાક્ષચનીદેવી અને નાતયકાદેવી જેવા રાણીઓએ રાજની ધુરા સંભાળેલી છે. નાતયકાદેવીએ તો ઘોરીશાહને પરાજજત કરી પાછો વાળ્યો હતો!

પણ અફસોસ, આઝાદીને પણ સીત્તેર વરસો વીતી ગયાં છતાં આપણે હજુ સ્ત્રીને તનભતય બનાવી શકયાં નથી! હજુ આપણે 2 ભ્રૃણ હત્યા જેવાં મહાપાતકને સો ટકા નાથી શકયાં નથી. હજુ આપણે દહેજ જેવા દાનવને ખાળી શકયાં નથી. હજુ પન્ના નાયક જેવા કતવયત્રીએ લખવી પડે છે કે,

પાંખો કાપીને આભ અકબંધ રાખું,
ને એનું તે નામ તમે સંબંધ રાખું. 

સંબંધ એટલે જે બંને તરફ સમાન રીતે બંધનકતાત હોય તે. આ પંક્તત સ્ત્રી અને પુરૂષના આજના સંબંધોની તવડંબના બતાવે છે. પુરૂષ પ્રેમી કે પતત તરીકે સ્ત્રીને અનેક સપનાં બતાવે છે, ચાંદ-તારા તોડી લાવવાની વાતો કરે છે. અરે, કેટલીકવાર જીવ દઇ દેવાની વાતો પણ કરે છે. પણ તે પુરૂષ તે સ્ત્રીને એક જ વસ્તુ નથી આપી શકતો અને તે છે જીવન જીવવાની સ્વતંત્રતા.

હજુ પણ દીકરીનું વેતવશાળ કરવું હોય તો દીકરી નહીં, બાપની કરીયાવરની શક્તત જોવામાં આવે છે. હજુ પણ દીકરીને લક્ષ્મીના બદલે સાપનો ભારો સમજવામાં આવે છે.

ધૂમકેતુનું એક વાક્ય બાળપણથી હૈયાંમાં અંરકત થઇ ગ્ું છેેઃ મનુષ્ય પોતાની દ્રષ્ષ્ટ છોડી બીજાની દ્રષ્ષ્ટથી જુએ તો અડધું જગત શાંત થઇ જાય. કરરયાવર માટે દીકરીના સગપણ માટે ના પડતાં બધાં બાપ દીકરી વગરનાં હશે! 3

જયાં સુધી આપણાં તવચારોમાં-આપણી સામાજજક બની બેઠેલી તવચારસરણીમાં સ્ત્રીને સન્માન આપવાનું ન આવે – સ્ત્રીને પુરૂષ સમાન જ ગણવામાં ન આવે ત્યાં સુધી પરરવતતન શક્ય નથી. રાષ્રની રચના કાયદાથી થઇ શકે, સંસ્કૃતત કે સભ્યતાની રચના તો પ્રજાએ જાતે જ કરવી પડે!

શું ભ્રૃણ હત્યા કરનારને દીકરીના તનભેળ સ્નેહનો અનુભવ નહીં જ હોય! હશે જ, પણ તેમ છતાં તે તેમ કરે છે. કારણ કે આપણે વારસાના માણસો નથી, વારસદારના માણસો છીએ. આપણને આપણાં વારસા કરતાં વારસદારમાં વધુ રસ છે. વારસદાર તરીકે પુત્ર પ્રાપ્ત કરી તેને અઢળક સંપતત્ત વારસામાં આપી જવી એ જ ઘણાંખરાંનું જીવન સ્વપ્ન હોય છે.

તમારાં ઘરમાં દીકરીના પગલાં પડ્ાં હોય તો તમારી જાતને નસીબદાર માનજો. તમારાં માટે લાડની તનેઃસીમ દુતનયાના દ્વાર ખુલી ગયાં છે તેમ માનજો. દીકરાનો પ્રેમ ઓછો હોય છે તેમ હું માનતો નથી અને પ્રસ્થાતપત પણ કરવા માગતો નથી. પણ દીકરીની કોમળ હથેળીઓમાં, એની કોમળ માગણીઓમાં, એની કોમળ લાગણીઓમાં જે ભાવ છે તે દીકરામાં ભાગ્યે જ જોવાં મળે! 4

રતવન્દ્રનાથ ટાગોરની કાબુલીવાલા વાતાત યાદ આવે છે. વરસો પછી બદામપીસ્તા અને દ્રાિનું પડીકું લઇ મીનીને મળવા આવેલાં કાબુલીને જોઇ મીનીના બાપને થાય છે કે તેને પૈસાની જરૂર હશે. તે કાબુલીને પૈસા આપે છે. ત્યારે કાબુલી કહે છેેઃ “માફ કરો, સાહેબ. પૈસા માટે હું નથી આવયો! દેશમાં તમારી મીની જેવી જ મારીય દીકરી છે. તમારી મીનીને જોઇને હું મારી દીકરીને જોતો હોઉં એટલો હરખ મને થાય છે.”

એમ કહીને કાબુલી ચોરખીસામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢે છે. જમીન પર મૂકીને તેની ગડી ઉકેલી મીનાના બાપ આગળ ધરે છે.કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીથી રંગીને પાડેલી છાપ હતી.

મીનીના બાપ મોટાં પંરડત હતાં. તેમની પાસે દીકરી માટે સમયનો પણ અભાવ છે, જ્યારે બીજી તરફ પોતાની દીકરીની હથેળીઓની છાપને લઇ દેશાવર આવેલો બાપ દીકરીને મનોમન યાદ કરતો એ છાપના સહારે જીવે જાય છે. એ મીનીમાં પોતાની દીકરી જ જુએ છે. અંતમાં મીનીના તપતાજી કબાટમાંથી નોટો કાઢી કાબુલીના ખીસામાં ઘાલી કહે છે કે, “ભાઇ, આ પૈસા લે અને તું પણ તારાં ઘરે જા. તારી મીનીય તારી રાહ જોતી હશે. તેને મળીને આશીવાતદ દેજે કે મારી મીની સુખી થાય!” 5

અંતે પંરડત અને કાબુલીનું ભાવતવશ્વ એક થઇ દીકરી પર અટકી જાય છે. ત્યારે કાબુલી અને મીનીના બાપ બંને ફતત દીકરીના બાપ બની રહે છે.

બંગાળ હોય કે ગુજરાત… ભાવનું તવશ્વ કંઇ જુદું થોડું હોય! ધૂમકેતુની પોસ્ટઓરફસ વાતાતમાં પણ પોસ્ટ માસ્ટર અને કોચમેન અલી અંતે દીકરીના બાપ બની રહે છે. પોતાની દીકરીનો પત્ર નથી આવતો ત્યારે પોસ્ટ માસ્ટરને સમજાય છે કે દીકરીના સમાચાર ન મળે તો હૈયાં પર શું વીતે! મજાકનું પાત્ર બની ગયેલો અલી ત્યારે તેને સમજાય છે.

દીકરી ઘરનું આંગણું છોડી જતી રહે… કોઇ કેસરીયાળો સાફો ઘરનું આંગણું લઇ જતો રહે અને દીકરીની હથેળીઓની કંકુસ્થ છાપ ઘરની દીવાલ પર રહી જાય, તે પહેલાં તમારી દીકરીની નાનકડી હથેળીઓની છાપ તમારાં હૈયાંમાં છાપી લેજો! ને જો તમે એકલી દીકરીના બાપ હોવ તો પણ તમારાં ભાવતવશ્વને દીકરીમય બનાવી ખુમારીથી જીવજો. એ તમારાં સંસ્કારોની સાચી વારસદાર બનશે!

II જય જય ગરવી ગુજરાત – જયહીંદ II

 

લેખક – નરેન્દ્રતસિંહ એમ.વાઘેલા
રીપોર્ટ – મનોજ રાવલ ધનસુરા 

Spread the love
Right Click Disabled!