આહવા ખાતે ‛પેન્શન સપ્તાહ’ નો પ્રારંભ

આહવા ખાતે ‛પેન્શન સપ્તાહ’ નો પ્રારંભ
Spread the love

આહવા
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ર્ડા.બાબા સાહેબ આંબેડકર હોલ) ખાતે આજરોજ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હરેશ બચ્છાવની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ ‛પેન્શન સપ્તાહ’ તા.૩૦/૧૧/૨૦૧૯ થી ૦૬/૧૨/૨૦૧૯ નો પ્રારંભ કરાયો હતો.

ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરે ઉપસ્થિત તમામ નાના વેપારી,ધંધા-રોજગારમાં જોડાયેલ લોકોને જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ ૧૬૫ ટકા કામગીરી સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે. આ યોજના દ્વારા સામાજીક સિક્યુરીટી જળવાય છે. નાના વેપારીઓ ૧૮ થી ૪૦ વર્ષ સુધીની વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે. વય મર્યાદા મુજબ રૂા.૫૫ થી ૨૦૦ સુધીનું પિ્રમિયમ ભરવાથી ૬૦ વર્ષ બાદ દર મહિને રૂા.૩૦૦૦ માસિક પેન્શન લાભાર્થીને આપવામાં આવશે. જેથી તમામ નાના વેપારી,દુકાનદારોને યોજનાનો લાભ લેવા કલેકટરશ્રી ડામોરે અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત હિરાભાઈ રાઉતે જણાવ્યું હતું કે લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કોમન સર્વિસ સેન્ટર ઉપર કરી શકાશે. જેમાં મહિને રૂા.૧૫૦૦૦ થી ઓછી આવક ધરાવતા, દોઢ કરોડથી ઓછુ ટર્નઓવર કરતા અને આવકવેરો ન ભરતા નાના

વેપારીઓ,ધંધાર્થીઓ,શાકભાજીવાળા,આંગણવાડી વર્કર,આશાબહેનો,સીમાંત ખેડૂતો,દુકાનદારો આ યોજનાનો લાભ લઇ શકે છે. હાલમાં કુલ-૪૨ કરોડ શ્રમયોગીઓ પૈકી 1 કરોડ શ્રમયોગીઓને પ્રધાનમંત્રી માનધન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

પેન્શન સપ્તાહની ઉજવણી પ્રસંગે જિલ્લા શ્રમ અધિકારી (ઔઘોગિક) શ્રી બી.એમ.પટેલ,સરકારી શ્રમ અધિકારી શ્રી ડી.જી.પટેલ,લીડ બેંક મેનેજરશ્રી રાજેન્દ્રભાઈ પટેલ,ફિલ્ડ ઓફિસર શ્રી વિકેશ ચૌધરી,સી.એસ.સી.કો.-ઓર્ડિ. સુમિત ચૌધરી,વેપારી એસોશિયેશન પ્રમુખશ્રી હનીફભાઈ ધાનાણી,લારી-ગલ્લા મંડળના પ્રમુખશ્રી રમણભાઈ,તુષારભાઈ સહિત વેપારીઓ,દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પેન્શન મંજૂરી હુકમ વિતરણ કરાયા હતા. જિલ્લા શ્રમ અધિકારીશ્રીની કચેરી સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!