નર્મદા જિલ્લામાં 450 કર્મચારીઓની હડતાલથી ઓનલાઇન ઓફલાઇન ડેટા કામગીરી ઠપ્પ

ટેકો મોબાઈલ સ્વીચ ઓફ બે દિવસ પહેલા જ ચાલુ થયેલી શાળા આરોગ્ય તપાસની પ્રોગ્રામ પણ ઠપ્પ

ડીડીઓને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ ની રજૂઆત કરી એક વાત સરકારે સમાધાન કર્યું હવે ફરી આંદોલન.

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને લઈને જિલ્લામાં આરોગ્ય સેવા ઠપ થઇ ગઇ છે અને લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.ગણ્યા ગાંઠિયા તબીબોને છોડી તમામ ટેકનિકલ સ્ટાફ, લેબ ટેક્નિશિયન, ફાર્મસીસ્ટ,  ફિમેલ હેલ્થવર્કર, મેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર સહિત સાત કેડના 450 જેટલા કર્મચારીઓ હાલ પેન ડાઉન હડતાલ પર ઉતરી ગયા છે. તેઓ ફરજ પર જાય છે પણ કોઈ કામગીરી કરતા નથી. જેમાં ખાસ કરીને જે ટેકો મોબાઈલ જેનાથી થતી ઓનલાઇન કામગીરી બંધ કરી મોબાઇલ સ્વીચ ઓફ  કરી દેવાયા છે ઓનલાઇન અને ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે.આ સાથે સૌથી મોટી અસર તો હાલ તાજેતરમાં સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ રાખવામાં ચાલી રહ્યો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કર્મચારીઓએ જિલ્લા કલેકટર અને ડીડીઓની ને આવેદન આપી પોતાની માંગણી જિલ્લામાંથી સરકારને રજુ કરવા રજૂઆત કરી છે.  આ બાબતે આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના હજારો કર્મચારીઓ ની કેટલી પડતર માંગણી છે. જે બાબતે પહેલા આંદોલન કર્યું જેનાથી સહકાર હલી ગઈ હતી,.આરોગ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વાતચીત કરી અને અમારી માંગણીઓ  સ્વીકારવા સહમત થયા પણ પાછળથી સરકાર પલટી ગઇ અને અમારી કોઈ માંગણી સ્વીકારી નહીં જેથી અમે હવે પુનઃ આંદોલનમાં જોડાયા છે. જેમાં હાલ પેંન  ડાઉન કરી અન્ય કામગીરી બંધ કરી છે. ડેટા એન્ટ્રી ઓનલાઇન ઓફલાઇન સદંતર અચોક્કસ મુદત સુધી બંધ કરી છે. 9 મીએ માસ સીએલ ધોરણ પ્રદર્શન કરવામાં આવશે બાદમાં રાજ્યવ્યાપી આંદોલન ગાંધીનગર કરવામાં આવશે. આમાં આંદોલન સાથે માંગણીને લેખિતમાં રજૂ કરીને અમે આવેદન સ્વરૂપે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું છે.

રિપોર્ટ:   જ્યોતિ દ જગતાપ, રાજપીપળા

Spread the love
Right Click Disabled!