જિલ્લા પંચાયત નર્મદાના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહવસાવાનો સચિવ તથા નર્મદા જિલ્લાના વિકાસ અધિકારીને પત્ર

નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ મર્જ કરતા સરકારનો ઠરાવ રદ કરવા સામાન્ય સભામાં ઠરાવ કરવા જણાવ્યું.

ઓછી સંખ્યા ધરાવતા બળવો વાળી નર્મદા જિલ્લાની 166 પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના મામલે નર્મદામાં ભારે વિરોટોળ જાગ્યો છે. જેના અનુસંધાને નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ મર્જ કરતા સરકારનો ઠરાવ રદ કરવા સામાન્ય સભામાં ઠરાવ કરવા બાબતે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંહ દેવજીભાઈ વસાવાએ સચિવ તથા નર્મદા જિલ્લાના વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે.

જેમાં જણાવ્યું છે કે ભારતના બંધારણમાં પ્રાથમિક શિક્ષણ માટે મૌલિક અધિકારો માં તથા રાઇટ ટુ એજ્યુકેશન ની જોગવાઈઓ મુજબ પ્રાથમિક શિક્ષણનો સર્વે નો અધિકાર છે. તે અધિકાર પર ગુજરાત સરકાર ગુજરાતની 5350 પ્રાથમિક શાળાઓ પૈકી નર્મદા જિલ્લાની 166 પ્રાથમિક શાળાઓ મર્જ કરી બીજી અન્ય નજીકની પ્રાથમિક શાળાઓ જોડી શૈક્ષણિક કાર્ય કરવા માટે 30 થી ઓછી સંખ્યા ધરાવતી બાળકોની શાળાઓને ગુજરાત સરકારનું ઉપરના પરિપત્ર દ્વારા બંધ કરવાની તજવીજમાં છે.

ત્યારે નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોતા જંગલ,  નદી, નાળા અને વન્ય પ્રાણીઓની સમસ્યા હોય નાના બાળકોને બીજા ગામની શાળા માં મુકવા તથા લેવા જવા માટે ગરીબ આદિવાસી રોજીરોટી માટે ભટકતું જીવન જીવતા હોય આ શાળાઓ મર્જ કરવાનો નિર્ણય ના વિરોધમાં જઈ,  નર્મદા જિલ્લાની કોઈપણ શાળા ર્મજ નહીં કરવા જણાવ્યું છે. અને આવનાર સામાન્ય સભામાં ઠરાવ લેવાનો હોય આ બાબતને ધ્યાનમાં લઇ ઘટતી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.

 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, (રાજપીપળા)

Spread the love
Right Click Disabled!