ડીપીએસની માન્યતા રદ થતા આશ્રમ ખાલી કરાયો, સાધુ-સાધ્વીઓ બેંગ્લોર જવા રવાના

ડીપીએસની માન્યતા રદ થતા આશ્રમ ખાલી કરાયો, સાધુ-સાધ્વીઓ બેંગ્લોર જવા રવાના

અમદાવાદ,
અમદાવાદના હાથીજણમાં આવેલી ડીપીએસ ટ્રસ્ટી અને પુવ પ્રિન્સિપાલ સામે ફરિયાદ થતા તેમજ સ્કુલની માન્યતા રદ થતા તેમા બનાવેલો ગેરકાયદે સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રમ ખાલી કરવામાં આવી રહ્યો છે. આશ્રમમાં રહેતા નિત્યાનંદના ચેલા તેમજ નકલી જટાધારી સાધકો અને સાધીકાઓએ ૨૮ બાળકો સાથે આશ્રમ ખાલી કરી દીધો હતો.
નિત્યાનંદ આશ્રમના વિવાદ બાદ સવારે સાધકો અને સાધીકાઓએ આશ્રમ ખાલી કરીને બેંગલોર જવા માટે રવાના થયા છે. આશ્રમમાં સંખ્યાબંધ સાધકો અને સાધવીઓ હતા જ્યારે ૨૮ બાળકો રહેતા હતા. ડીપીએસ સ્કુલ દ્રારા આશ્રમને ત્રણ મહિનામાં ખાલી કરવા માટને આદેશ આપવામાં આવ્યા હતો જેને પગલે બે લક્ઝરી બસ સવારે આશ્રમના ગેટ પર આવી પહોચી હતી જેમાં કેટલાક બાળકો તેમજ સાધકો અને સાધવીઓ બેંગલોર જવા રવાના થયા હતા તો કેટલાક બાળકોના માતા પિતા તેમને લેવા માટે આવી પહોંચયા હતા.

આ મામલે અમદાવાદ જીલ્લાના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યુ હતું કે, નિત્યાનંદિતા ગુમ થવા મામલે પોલીસ તપાસ ચાલુ હોવાથી કેસમાં સંકળાયેલા આઠ સાધકો અને સાધવીઓને અમદાવાદ નહી છોડવા માટે પોલીસે જાણ કરી હતી જેથી તેઓ તેમના ભાડે રાખેલા બંગલોઝમાં રહેશે.

પોલીસ અને સાયબરક્રાઇમની ટીમે નિત્યાનંદિતાના આઇપી એડ્રેસથી તેમને શોધવા માટે તજવીજ શરુ કરી પરંતુ પોલીસને તેમા પણ સફળતા મળી નહી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે નિત્યાનંદિતા નેપાળ થઇને અન્ય દેશમાં જતી રહી છે ત્યારે નિત્યાનંદ પણ ગાયબ છે. નિત્યાનંદ, નિત્યાનંદિતા અને લોપામુદ્રા ગુમ થવાનો મામલે ચાલી રહ્યો હતો ત્યારે ડીપીએસ સ્કુલની સીબીએસસીની માન્યતાને લઇને પણ શિક્ષણ વિભાગે તપાસ શરુ કરી હતી.

Spread the love
Right Click Disabled!