બુટલેગરો સામે પોલીસની લાલ આંખ…૧૭ લીટર દેશી દારૂ અને ૧૫૦ લીટર આથાનો નાશ

બુટલેગરો સામે પોલીસની લાલ આંખ…૧૭ લીટર દેશી દારૂ અને ૧૫૦ લીટર આથાનો નાશ
Spread the love

રાજકોટ,
દારૂના નશામાં નરાધમે ૮ વર્ષની બાળકીને પીંખી નાખી હતી. આથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ બનાવનારા અને વેચનારા બૂટલેગરો સામે લાલ આંખ કરી છે. રૈયાધાર વિસ્તારમાં પોલીસની ૫ ટીમો દ્વારા વહેલી સવારે ૨૨ બૂટલેગરોની દેશી દારૂની ભઠ્ઠી અને રહેણાંક મકાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં ૧૫૦ લીટર આથો અને ૧૭ લીટર દેશી દારૂનો નાશ કર્યો હતો.

પોલીસે રૈયાધાર ૨૫ મીટરીયા ક્વાર્ટરમાં રહેતો બટલેગર લાલો ભગવાનજી વાગડીયાને ત્યાંથી ૧૫૦ લીટર આથો ઝડપી પાડ્યો હતો. રૈયાધારમાં જ રહેતી મહિલા બૂટલેગર સોનલ રાજુ વાઘેલાને ત્યાંથી ૧૦ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રૈયાધાર ૧૦૦ વારીયા પ્લોટમાં રહેતો બૂટલેગર ગોરધન જકશી જખાનીયાને ત્યાંથી ૭ લીટર દારૂ ઝડપી પાડ્યો હતો. તેમજ રોહીત પિયુષ ડાભી નામના બૂટલેગરને ત્યાં પણ દરોડો પાડ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!