રજવાડી ઠાઠ સાથે મુંબઈના ગર્ભ શ્રીમંત પરિવાર સહિત ૧૮ મુમુક્ષોએ દીક્ષા લીધી

રજવાડી ઠાઠ સાથે મુંબઈના ગર્ભ શ્રીમંત પરિવાર સહિત ૧૮ મુમુક્ષોએ દીક્ષા લીધી

સુરત,
સુરત શહેરના પાલ વિસ્તારમાં શાંતિવર્ધક જૈન સંઘના આંગણે અધ્યાત્મ નગરીમાં અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત ૧૮ દીક્ષા વિધિવત રીતે પૂર્ણ થઇ હતી. તમામ મુમુક્ષો સાધુ જીવન તરફ પ્રયાણ કર્યું હતું. રજવાડી ઠાઠ સાથે યોજાયેલા આ દીક્ષા મહોત્સ સતત ચાર દિવસ સુધી ચાલ્યો હતો. જે સોમવારે સંપન્ન થયો હતો. જેમાં ૧૨ વર્ષથી લઇને ૪૨ વર્ષના મુમુક્ષોએ દીક્ષા લીધી હતી. દીક્ષા લેનાર મોટાભાગનાં લોકો ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવે છે.

દીક્ષા નગરીનું બિરુદ મેળવી ચુકેલી સુરત નગરીમાં ફરી એકવાર સામૂહિક દીક્ષાની શરણાઇ ગૂંજી ઉઠી હતી. જેમની અધ્યાત્મ વાણીથી ચાર વર્ષ અગાઉ ૪૫-૪૫ અને પછીના બે વર્ષમાં ૩૬-૩૬ મુમુક્ષ્šઓ સુરતમાં દીક્ષિત થઈ ચૂક્્યા છે તેવા જિન યોગની નિશ્રામાં જ ફરીવાર તાપી તટે પદ પ્રદાન, ૧૮ દીક્ષા આયોજન કરવામાં આવ્યુ હતું. આ ૧૮ દીક્ષાર્થીઓમાં ૧૨ વર્ષથી લઇને ૪૨ વર્ષના મુમુક્ષોઓ હતા. જેમાં સુરતના સાત દીક્ષાર્થીઓ હતા.

૧૮ દીક્ષાર્થીઓમાં મુંબઇનો એક કરોડપતિ પરિવારે પણ દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં વિપુલભાઇ શેઠ અને તેમની પત્ની નિપુણાબેન તથા બંનેનાં બે સંતાનો૧૩ વર્ષની હીરકુમારી અને ૧૨ વર્ષનો જિનાર્થ છે. આ દીક્ષા ઉત્સવને પ્રભુ પંથોત્સવ નામ આપવામાં આવ્યુ છે. પ્રભુ પંથોત્સવમાં આ તમામ સાધુ-ભગવંતોની નિશ્રા પ્રાપ્ત થશે. આ ઉત્સવ અધ્યાત્મ નગરી, શાંતિવર્ધક જૈનસંઘ પાલ, સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે, પાલના આંગણે યોજાય હતી.

Spread the love
Right Click Disabled!